• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • As The Number Of Contenders In The Congress Increased In The East Seat, The Situation Got Confused, Patil Said In A Press Release Under The 'Agresar Gujarat' Program Today.

સુરત સત્તાનો સંગ્રામ LIVE:હિન્દુ મહાસભાની નેશનલ મહાસભા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા,ભાજપ લોકો પાસેથી મંતવ્યો જાણી સંકલ્પ પત્ર બનાવશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. - Divya Bhaskar
કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સુરત પૂર્વની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના દાવેદારોની સંખ્યા વધતાં કોકડું ગૂંચવાયું છે. જ્યારે કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરૂ દીધો છે. ભાજપના એક પણ ઉમેદવારની જાહેરાત થઈ નથી.આવતીકાલથી ભાજપ લોકો પાસેથી મંતવ્યો લઈ સંકલ્પ પત્ર બનાવશે. બીજી તરફ હિન્દુ મહાસભાની નેશનલ મહાસભા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા.

શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના નેતાઓ દ્વારા અભિયાન જાહેર કરાયું હતું.
શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના નેતાઓ દ્વારા અભિયાન જાહેર કરાયું હતું.

ભાજપ સંકલ્પ પત્ર ભરાવશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવનાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની સમસ્યા અને લોકો કયા પ્રકારે પોતાની મુશ્કેલી મૂકી શકે તેના ભાગરૂપે અગ્રેસર ગુજરાત કરવામાં આવી છે. અલગ અલગ સ્થળ ઉપર એક બોક્સ બનાવવામાં આવશે. તે બોક્સની અંદર દરેક વ્યક્તિ પોતાની જે રજૂઆત છે. તે લખીને મૂકી શકશે જે પણ તકલીફો હશે. તે આ બોક્સની અંદર લખીને મુકશે. જેથી કરીને તમામ એકત્રિત કરેલા વિચારો અને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે.અગ્રેસર ગુજરાત કેમ્પેન હેઠળ આગામી તારીખ 15 સુધીમાં અલગ અલગ જગ્યા ઉપર અગ્રેસર ગુજરાત કેમ્પેઈન શરૂ થશે. આવતીકાલથી માર્કેટ વિસ્તારમાં અગ્રેસર કેમ્પેઈનની સુરત ખાતે શરૂઆત કરવામાં આવશે. લોકોની ઈચ્છાના આધારે સંકલ્પ પત્રમાં ઉમેરો થશે. ભાજપ મતદારોના સૂચનો એકત્રિત કરશે અને ત્યારબાદ તેનો સંકલ્પ પત્ર સમાવેશ કરશે.

નેશનલ મહાસભા પાર્ટીએ 8 ઉમેદવારો જાહેર કર્યા
સુરતમાં હિન્દુ મહાસભાની નેશનલ મહાસભા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાંથી 8 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં કામરેજથી રોશન પ્રજાપતિ અને ઓલપાડથી ચિંતન ગજેરાને ટિકિટ આપવામાં આવી છે. 1983 બાદ પ્રથમવાર હિન્દુ મહાસભાની નેશનલ મહાસભા પાર્ટી દ્વારા ચૂંટણી લડાઈ રહી હોવાનું જણાવતાં જનરલ સેક્રેટરી એચએમ પટેલએ ઉમેર્યું હતું કે, પાર્ટી દ્વારા 31 મુદ્દાનો ઠરાવ પત્ર રજૂ કરવામાં આવ્યો છે. હિન્દુઓને પ્રાધાન્ય આપવા માટે થઈને આ વખતે ચૂંટણી લડવામાં આવી રહી છે તો ડિસા બેઠકના ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રમુક જશવંત ડી પઢિયારે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતની 182 બેઠકમાંથી મોટાભાગની બેઠક પર ઉમેદવારોને ઉભા રાખવામાં આવશે. ઘણા દાવેદારોએ દાવેદારી નોધાવી છે. ત્યારે આગામી દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવશે.

પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત એવા દાવેદારો પણ રેસમાં
પૂર્વ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં દાવેદારોની સંખ્યા વધતાં હાલમાં ટિકીટ મામલે કોકડું ગૂંચવાયું છે. કોટ વિસ્તારનો મોટો ભાગ પૂર્વ વિધાનસભા બેઠકમાં સામેલ હોવાથી આ બેઠક પર સૌથી વધુ સંખ્યા મુસ્લિમ મતદારોની છે. 93 હજારથી વધુ મુસ્લિમ મતદારો તેમજ ખ્રિસ્તી અને પારસી 22 હજાર, 30થી 35 હજાર રાણા, 12 હજાર જૈન, 8થી 10 ખત્રી, 10થી 12 હજાર મોઢવણિક, 10થી12 હજાર એસસી, 15થી 17 હજાર ઓબીસી, 5 હજાર માછી સમાજ, 3 હજાર ખારવા સમાજ અને અન્ય સમાજના 6 હજાર મતદારો છે. મુસ્લિમ અને અન્ય લઘુમતિ સમાજના મતદારો મોટી સંખ્યામાં હોવાથી પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત એવા દાવેદારો પણ રેસમાં છે જે આ વોર્ડમાં રહેતા નથી . આ કારણોસર હાલમાં કોંગ્રેસ ટિકીટ મુદ્દે અવઢવમાં જણાઇ રહી છે.

સુરત પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવાનો ચૂંટણી પ્રચા
કોંગ્રેસ દ્વારા પોતાનો ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં લોક સંપર્ક શરૂ કરી દીધો છે. સુરત પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવા દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે. અલગ અલગ વિસ્તારોની અંદર જઈને તેઓ પોતાના સમર્થકો સાથે સ્થાનિક લોકોનો સંપર્ક કરી પોતાની પાર્ટીને વિજય બનાવવા માટેની વાત કરી રહ્યા છે. પોતાના મતવિસ્તારમાં ડોર ટુ ડોર ફરીને રાહુલ ગાંધીના આઠ વચનોની વાત કરવામાં આવી રહી છે તેમજ સાથે સાથે ભાજપે કરેલા ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દાઓને લઈને લોકોને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાતા પ્રચાર કરી રહ્યા છે.
આપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાતા પ્રચાર કરી રહ્યા છે.

ચૂંટણી ખર્ચ નિરીક્ષકોએ કલેક્ટર સાથે બેઠક કરી
વિધાનસભા ચૂંટણી માટે ભારત ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક સાથે બેઠક કરી હતી. આ ખર્ચ નિરીક્ષકોમાં સુરત ઇસ્ટ, સુરત ઉત્તર, કરંજ, સુરત પશ્ચિમ માટે ખર્ચ નિરીક્ષક મુરલી મોહન (IRS) જ્યારે માંગરોળ, અને માંડવી માટે ખર્ચ નિરીક્ષક કુંદન યાદવ (IRS) તેમજ ઓલપાડ, કામરેજ, વરાછા રોડ કતારગામ વિધાન સભા બેઠક માટે ખર્ચ નિરીક્ષક ગજેન્દ્ર સિંહ (IRS) ઉપરાંત લિંબાયત ,ઉધના, મજુરા બેઠક માટે પ્રશાંત સિંહ (IRS) અને ચોર્યાસી, બારડોલી, મહુવા વિધાન સભા બેઠક માટે અનુરાગ ત્રિપાઠી (IRS) કામગીરી સંભાળી લીધી હતી. જ્યારે સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં જાહેર થયેલ ચૂંટણી અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગ દર્શન હેઠળ આયોજન ભવન કચેરીના પ્રથમ માળે કાર્યરત MCMC/eMCMC સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરાયું
જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની હાજરીમાં વિધાનસભા વિસ્તારમાં કાર્યરત ટી.વી. ચેનલો મોનીટરીંગનું નિરીક્ષણ કર્યું હતું.તેમજ જાહેર જનતા માટે ચૂંટણીની માહીતી આપતા મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...