રાજ્યમાં સૌથી વધારે પરિણામ:સુરતમાં તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યા વધી, A1 અને B1 ગ્રેડ મેળવવામાં 250% સુધીનો વધારો

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ટોળે વળી ઉજવણી કરી હતી. - Divya Bhaskar
પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ટોળે વળી ઉજવણી કરી હતી.
 • રાજ્યમાં A-1 ગ્રેડમાં 2,532 વિદ્યાર્થી તેમજ A2થી D ગ્રેડના સૌથી વધારે 57,770 વિદ્યાર્થી સુરતના
 • કોરોના કાળમાં ઓનલાઈન એજ્યુકેશન છતાં રિઝલ્ટ સારુ આવ્યું
 • સુરતનું 75.64% રાજ્યમાં સૌથી વધારે પરિણામ

સતત છઠ્ઠા વર્ષે સુરતે ધો.10માં રાજ્યમાં અવ્વલ રહેવા સાથે ડંકો વગાડ્યો છે. રાજ્યમાં સૌથી વધારે 75.64% પરિણામ સુરતનું આવ્યું છે. આટલું જ નહીં, રાજ્યમાં A-1 ગ્રેડમાં સૌથી વધારે 2,532 વિદ્યાર્થી સુરતના જ છે. ઉપરાંત A-2થી D ગ્રેડ મળી સૌથી વધારે 57,770 વિદ્યાર્થી સુરતના જ છે. વર્ષ-2022ની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા અપાવવા માટે 80,141 વિદ્યાર્થી નોંધાયા હતા અને જેમાંથી 79,730 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

ગોઠડીયા કિષ્ણા એ-2 ગ્રેડ લાવી છે. જોકે બોર્ડની પરીક્ષાના અઠવાડિયા પહેલા જ કિષ્ણાની માતાનું અવસાન થયું હતું
ગોઠડીયા કિષ્ણા એ-2 ગ્રેડ લાવી છે. જોકે બોર્ડની પરીક્ષાના અઠવાડિયા પહેલા જ કિષ્ણાની માતાનું અવસાન થયું હતું

તેવામાં જ A-1 ગ્રેડમાં 2,532, A-2 ગ્રેડમાં 9,274, B-1 ગ્રેડમાં 13,371, B-2 ગ્રેડમાં 15,180, C-1 ગ્રેડમાં 13,360, C-2 ગ્રેડમાં 6,256 અને D ગ્રેડમાં 329 વિદ્યાર્થીઓ આવ્યા છે. ઉપરાંત E-1* ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ આવ્યા છે એટલે કે 20% માર્ક્સના લાભ સાથે પાસ થનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. ઉપરાંત E-1 ગ્રેડમાં 10,386 અને E-2 ગ્રેડમાં 9040 વિદ્યાર્થીઓ આવ્યા છે.

જો કે, આ વિદ્યાર્થીઓને ગ્રેસિંગથી પાસ થયા હોય એમ કહેવાશે. પાલિકાની સુમન શાળાનું ૬૮.૮૦ ટકા પરિણામઃ 46 વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો. એજ્યુકેશન એક્સપર્ટ અને પ્રિન્સિપાલ ડો. અનીષા મહિડા જણાવે છે કે ઓનલાઇન એજ્યુકેશન અને માસ પ્રમોશને દાટ વાળ્યો છે. આ વર્ષે ધો. 10માં જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે કે પછી નાપાસ થયા છે, તે વિદ્યાર્થીઓ છેલ્લા 2.5 વર્ષથી એટલે કે ધો.8થી 10 સુધી ઓનલાઇન એજ્યુકેશન લઈ રહ્યા હતા. ઉપરાંત ધો. 8 અને 9માં પણ માસ પ્રમોશન મેળવ્યું હતું. આમ, આ 2 બાબતોથી વિદ્યાર્થીઓનો પાયો કાચો રહેતા એજ્યુકેશન પર મોટી અસર પહોંચી છે.

2021ની સરખામણીમાં B2ના વિદ્યાર્થીઓ ઘટ્યા

ગ્રેડ2022202120202019
A-12,5322,9913501,009
A-29,2749,8414,5855,734
B-113,37114,7819,71110,577
B-215,18017,57314,66616,831
C-113,36016,70817,43119,676
C-26,25612,12311,16711,382
D32910,4961,261707
E-110,386-10,0772759
E-29040-10,00514,106
EQC60,304-59,17165,922

વર્ષ-2018 કરતા આ વખતે સુરતનું પરિણામ 5% ઓછું આવ્યું

20172,0182,01920202,0212022
79.27%80.06%79.63%74.66%100%75.64%

​​​​​​​A-2 ગ્રેડમાં 9274, ‌‌B-1 ગ્રેડ 13371,B-2 ગ્રેડમાં 15181 સફળ થયાં

 • જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલમાં ભણતી મારડીયા હિરલે એ-1 ગ્રેડ મેળવ્યો હોવાની સાથે તેની માતા સ્કૂલમાં સફાઇ કામ કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ભાડાની ખોલીમાં રહે છે.
 • ગજેરા વિદ્યાભવનની કોલડિયા કાવ્યા ટ્યૂશન વિના જ એ-1 ગ્રેડ લઇ આવી છે. જેણીના પિતા રાજેશભાઇ સર્વિસ એન્ડ સેલિંગ ઇન્ડસ્ટ્રિઝમાં ફરજ બજાવે છે
 • સ્વ. સુરેશ વિદ્યામંદિર માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતો ડેહાઉ અનિકેતે એ-ગ્રેડ મેળવ્યો છે. તેના પિતાઅ રૂણભાઇ કાપડની દુકાનમાં મજૂરી કામ કરે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી પણ નથી.
 • કોરોનામાં પિતાનું અવસાન થયું, પરંતુ જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં અભ્યાસ કરતી વાળા મનીષાએ હિંમત નહીં હારીને ધો. 10માં એ-1 ગ્રેડ લાવી
 • જરીવાલા તત્વ જયેશ એ-1 ગ્રેડ લાવ્યો છે. જેના ગણિતમાં 100માંથી 100 આવ્યા છે.
 • સુમન હાઇસ્કૂલ નં.18ના વિશાવેલીયા અક્ષિતનો એ-1 ગ્રેડ આવ્યો છે. જેના પિતા ભંગારની દુકાન ચલવે છે. આ જ સ્કૂલની રાબડીયા મિતવા એ-1 ગ્રેડ લાવી છે. જેના પિતા રત્નકલાકાર છે.
 • વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલનો પૂર્વ વેકરીયા એ-1 ગ્રેડ સાથે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યો છે. પૂર્વના પિતા રત્નકલાકાર છે.
 • સી. સી. શાહ સાર્વજનિક ઇંગ્લિશ સ્કૂલના 16 વિદ્યાર્થી એ-1 ગ્રેડ આવ્યા છે. 3 વિદ્યાર્થી ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે.
 • શ્રી ઉત્તર ગુજરાત કે. એસ. પી. વિદ્યાલયના રાણા ક્રિશ એ-1 ગ્રેડ આવ્યો છે.
 • પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલની પટેલ ચાર્મીનનો એ-1 ગ્રેડ આવ્યો છે.તેના પિતા ટેમ્પો ચલાવે છે. આ જ સ્કૂલની ગોહિલ દેશલ પણ એ-1 ગ્રેડ લાવી છે.એના પિતા છૂટક મજૂરી કરે છે. બેલડીયા સુહાની એ-ગ્રેડ લાવી છે. જેની માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે.
 • મૌની ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની ઋત્વી કોણકોટિયા સાથે વિદ્યાર્થી રૂડકિયા અક્ષય અને ડાવરા અક્ષ ટ્યૂશન વિના જ એ-1 ગ્રેડ લઇ આવ્યા છે. રૂડકિયા અક્ષયે એસએસ અને સાયન્સ બંને વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...