વિજળીનું ઉત્પાદન:NTPC કવાસ ફ્લોટિંગ અને ગ્રાઉન્ટ માઉન્ટેડ સોલારથી 56 મેગા વોટ વિજળી ઉત્પન્ન કરશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ 1 મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરાઇ રહ્યું છે, માર્ચ સુધી લક્ષ્યાંક હાંસલ કરાશે

દુનિયામાં હાલ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ત્યારે વિજળીનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા ગ્રીન એનર્જી દ્વારા વિજળીનું ઉત્પાદન કરવા તરફ વળી રહી છે, ત્યારે કવાસ ખાતેની એનટીપીસી પણ હવે ગ્રીન એનર્જીથી વિજળીનું ઉત્પાદન કરશે. એનટીપીસી કવાસ દ્વારા માર્ચ સુધીમાં ફ્લોટિંગ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્લાન્ટ દ્વારા 56 મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરાશે.

અલગ અલગ રાજ્યોમાં એનટીપીસી દ્વારા વર્ષે 1.30 લાખ મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરાય છે. વર્ષ 2025 સુધીમાં 60 હજાર મેગાવોટ વિન્ડ એનર્જીથી ઉત્પાદનનું આયોજન છે. એનટીપીસીના જનરલ મેનેજર કુલવિંદર સિંહે જણાવ્યું હતું કે, કવાસ ખાતે દેશના પ્રથમ રેજર વોયર પર ફ્લોટિંગ સોલાર પેનલથી ઉત્પન્ન થતી 1 મેગા વોટ વિજળીની ક્ષમતાને વધારી મારના અંત સુધી 56 મેગાવોટ પર લઈ જવા ઈનફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાઇ રહ્યું છે. ઓક્ટો. સુધી 247.મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરાયું હતું.

આ રીતે કરાશે વિજળીનું ઉત્પાદન
આ પ્લાન્ટ ગ્રાઉન્ટ માઉન્ટેડ અને ફ્લોટિંગ બંને રીતે સોલાર પેનલ ઈન્સ્ટોલ કરીને તેમાંથી વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે. હાલ ગેસ બેઈઝ્ડ પ્લાન્ટ પણ શરૂ છે. જરૂરિયાત મુજબ 3થી 5 કલાક માટે કાર્યરત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...