તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ફી ઘટાડો, ઓનલાઈન પરીક્ષા તેમજ બેઠક વધારવા મુદ્દે NSUIનું પ્રદર્શન

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુનિવર્સિટીમાં વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઇએ હોબાળો મચાવીને ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇને માંગ કરી છે કે સિન્ડિકેટમાં કુલપતિનો બંગલો બનાવવા, નાસા કૌભાંડીઓને બચાવીને નાણા ચૂકવાય જેવા વિવાદિત મુદ્દાઓ પર નિર્ણય લેવાની જગ્યાએ વિદ્યાર્થી હીતોના મુદ્દાઓ મૂકી તેની પર નિર્ણય લો. એનએસયુઆઇએ જણાવ્યું હતું કે, અગામી આઠમી ડિસેમ્બરે સિન્ડિકેટ મળનારી છે.

જેમાં કુલપતિનો બંગલો બનાવવો, નાસા કૌભાંડીને બચાવીને નાણા ચૂકવવા, પાંચ એકર જમીન નહીં ધરાવતી નર્સિંગ કોલેજોને મંજૂરી આપવી, પ્રશ્નપત્રનું સીલ તોડનારાને સો રૂપિયાનો દંડ કરવો જેવા અનેક પ્રકારના વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવનાર છે.

જો કે, આ બેઠકમાં વિદ્યાર્થીઓનો હિત થાય તેવા પ્રકારના એકેય મુદ્દા મુકાયા નથી. જેથી વિદ્યાર્થી હીતના ત્રણ મુદ્દા મૂકાય તેવી માંગ ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇને કરી છે.

આ ત્રણ મુદ્દા સિન્ડિકેટમાં મૂકો

 • વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ટ્યૂશન ફી ઘટાડીને જ લેવાય અને તે સિવાયની તમામ ફી માફ કરાય
 • શહેરની બીસીએની કોલેજોની વર્ગદીઠ બેઠક વધારો
 • બીએચએમએસની સેકેન્ડથી ફોર્થ યરની પરીક્ષા ઓનલાઇન લેવાય, સી.ડી. પચ્ચીગર કોલેજના છાત્રોની રજૂઆત પર નિર્ણય લો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો