વિવાદ:ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણ મુદ્દેે NSUI અને યુથ કોંગ્રેસનો હોબાળો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોદ્દેદારો પર રૂપિયા 2000ની નકલી નોટોનો વરસાદ કર્યો

100 વર્ષ જૂની ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ બાબતે એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો પર મનોરંજનની રૂ.2000ની નોટનો વરસાદ કર્યો હતો. એટલું જ નહીં, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી શિક્ષણનું વ્યાપારીકરણ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. શહેરની જાણીતી છ ગ્રાન્ટેડ કોલેજોના જોડાણ VNSGUએ રદ કર્યા હોવા સાથે પહેલા વર્ષમાં પ્રવેશ નહીં આપવા પાછળ એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારોએ દોઢડાહપણ કર્યુંું હોવાનો આક્ષેપ કર્યો છે.

વધુમાં નગરસેવકોએ તે સંસ્થાને અતિ કિમતી જગ્યાઓ દાન કરી અને લાખો રૂપિયા દાન આપી કોલેજો-શાળાઓ બનાવી તેઓનું બંધારણ બનાવ્યું હતુ. ં “ સારૂ શિક્ષણ સસ્તું શિક્ષણ” એ હજારો વિદ્યાર્થીઓ તેમાં શિક્ષા લેશે એવા મહાન વિચાર સાથે સંસ્થાની શરૂઆત કરાઈ હતી. ત્યાર બાદ આ સંસ્થામાં દક્ષિણ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓએ શિક્ષા લઇ અને દેશના મહાન જજ , વકિલ , ડોક્ટર , ઇજનેર, વૈજ્ઞાનિક , સાંસદ, ધારાસભ્યો , મેયરો સહિત જુદા - જુદા ક્ષેત્રમાં તેઓ દેશના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો આ સંસ્થાનો છે

એનએસયુઆઇની માંગણી છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ સરકારી યુનિવર્સીટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સાથે જ ચાલુ રાખી પ્રથમ વર્ષ પ્રવેશ પ્રકિયા તાત્કાલિક શરૂ કરવા અંગે સરકારમાં લેખિત રજૂઆત કરી છે. તેમજ સોસાયટી તમામ સરકાર માન્ય ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સીટી સાથે જોડવામાં ન આવે તેમજ કોલેજોની ફીમાં કોઈ પણ પ્રકારનો વધારો ભવિષ્યમાં ન કરાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...