ફરિયાદ:NSS કોઓર્ડિનેટર રાજકીય પ્રચાર કરતાં હોવાની રાવ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CYSSએ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી

નર્મદ યુનિવર્સિટીના નેશનલ સર્વિસ સ્કીમ (NSS)ના કો-ઓર્ડિનેટર સરકારી વેતન ભાેગવતા હોવા છતાં રાજકીય પાર્ટીનો ખેસ પહેરી પ્રચાર કરી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતાં હોવાની ફરિયાદ આપના વિદ્યાર્થી સંગઠન CYSSએ કલેક્ટરને કરી હતી. CYSSના ગુજરાત પ્રદેશ સેક્રેટરી કિશન ઘોરીએ ફરિયાદમાં જણાવ્યું કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના NSSના પદાધિકારી અને સરકારી વેતન મેળવતા પ્રકાશ ચંદ્ર રાજકીય પક્ષનો ખેસ પહેરી પ્રચાર કાર્યક્રમમાં જોડાય છે. આપના વિદ્યાર્થી સંગઠને ચૂંટણી આચાર સંહિતાના માહોલ વચ્ચે ચોક્કસ વિભાગના પદાધિકારી હોવાથી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતાં હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો.

આ મામલે કિશન ઘોરીએ કહ્યું કે, આ અંગે યુનિવર્સિટી હોદ્દેદારો પણ માહિતગાર હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવી રહ્યાં નથી. આ બાબતે જિલ્લા કલેક્ટરને લેખિત તથા ઓનલાઇન ફરિયાદ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મુદ્દો બનાવવા ખોટી ફરિયાદ કરાઈ રહી છે
પરમેનન્ટ જોબ પર નથી, નોકરી પછીના સમયમાં મારાં જીવનના વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રિય કામમાં જોડાઉં છું. નાનપણથી રાષ્ટ્રિય કામગીરી કરતો આવ્યો છું. ચૂંટણી ટાણેમાત્ર મુદ્દો બનાવવા ખોટી ફરિયાદ કરાઇ રહી છે. > પ્રકાશચંદ્ર

અન્ય સમાચારો પણ છે...