તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ નહીં વતનમાં દિવાળી:સુરતના લોકો વિદેશ પ્રવાસ કેન્સલ કરી વતનમાં દિવાળી ઉજવણી કરવા પહોંચ્યા, NRI દર વર્ષે વતન આવી કરે છે રચનાત્મક કાર્યો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેશભાઈ દેસાઈ દર વર્ષે અમેરિકાથી દિવાળી કરવા પોતાના માદરે વતન દિગસ આવી પહોંચે છે. - Divya Bhaskar
સુરેશભાઈ દેસાઈ દર વર્ષે અમેરિકાથી દિવાળી કરવા પોતાના માદરે વતન દિગસ આવી પહોંચે છે.
  • અમેરિકામાં માત્ર મંદિરોમાં અને ભારતીય કોમ્યુનિટીમાં જ દિવાળીની ઉજવણી થાય છે-સુરેશભાઈ

અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ એટલે દિવાળી. વર્ષના છેલ્લા દિવસે આવતાં આ તહેવારને ઉજવવા માટે સૌ કોઈમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળતો હોય છે. દિવાળીના પર્વ પર લોકો પોતાના વતન જઈને દિવાળીની ધામધૂમથી ઉજવણી કરતાં હોય છે. ત્યારે આ વર્ષે વિદેશમાં દિવાળીની ઉજવણી કરતા સુરતના લોકો દ્વારા વિદેશના પ્રવાસને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વતનમાં દિવાળી ઉજવણી કરવા પહોંચી ગયા છે. કામરેજ નજીક આવેલા દિગસ ગામના વતની સુરેશભાઈ હાલ નિવૃત જીવન જીવે છે. સંતાનો અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં સેટ થયા હોવાથી વર્ષ દરમિયાન ત્યાં જ રહે છે. પરંતુ દિવાળી પર લગભગ 14 વર્ષ કરતાં વધુ સમયથી વતનમાં આવીને રચનાત્મક કાર્યો કરવાની સાથે સાથે પૂજન અર્ચન કરે છે.

અમેરિકામાં દિવાળીની ઉજવણી ઓછી થાય છે
દિવાળીની ઉજવણી પોતાના માદરે વતન કરતાં સુરેશભાઈએ કહ્યું હતું કે, અમેરિકામાં દિવાળી જેવું કશું જ હોતું નથી. ત્યાં માત્ર મંદિરોમાં અને ભારતીય કોમ્યુનિટી હોય ત્યાં જ ઉજવણી કરવામાં આવતી હોય છે. જ્યારે આપણે ત્યાં પ્રકાશનું પર્વ દિવાળી રંગેચંગે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિમાં અનેરો ઉત્સાહ હોય છે.

પૂજા અર્ચના કરવામાં આવે છે
સુરેશભાઈએ કહ્યું કે, અમે મુંબઈથી કાશીથી એમ અલગ અલગ જગ્યાએથી બ્રાહ્મણો બોલાવીને દરવર્ષે લક્ષ્મી માતાની પૂજા કરીએ. દિવાળીએ ખાસ પૂજા અર્ચના અને યજ્ઞ સહિતના અનુષ્ઠાન કરવામાં આવે છે. દિવાળી પર્વ આપણને પોઝિટિવ તાકાત આપે છે. આપણા હિન્દુ ધર્મમાં દિવાળીનું ખાસ મહત્વ રહેલું છે જેથી અમે આ તહેવારને ખૂબ ઉત્સાહ અને સંસ્કૃતિના જતન માટે પણ ઉજવતા આવ્યાં છીએ.

દિવાળીના તહેવારમાં રચનાત્મક કાર્યો કરે છે
સુરેશભાઈ દ્વારા પોતાના ગામ દિગસ ખાતે દિવાળીના તહેવારો દરમિયાન રચનાત્મક કાર્યો પણ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી. તે અગાઉ સુરેશભાઈ જાતે પોતાના ગામની સફાઈ કરતાં હતાં. જેની નોંધ વડાપ્રધાને પણ લીધી હતી. સુરેશભાઈએ તેમના ગામમાં દિવાલો પર સુંદર ચિત્રો પણ દોરાવ્યાં છે.

દિવાળીએ વિદેશનો કોરોનાના કારણે પ્રવાસ ટાળીને ઘરમાં સેફ દિવાળી ઉજવવાનો સંદેશ આપતાં શિવમ નાવડીયા(ફાઈલ તસવીર)
દિવાળીએ વિદેશનો કોરોનાના કારણે પ્રવાસ ટાળીને ઘરમાં સેફ દિવાળી ઉજવવાનો સંદેશ આપતાં શિવમ નાવડીયા(ફાઈલ તસવીર)

પાંચ વર્ષ બાદ ઘરમાં દિવાળીની ઉજવણી
શિવમ નાવડીયા (ડાયમંડ એક્સપોટર)એ જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં ચાલી રહેલી માહામારીને લઈ પાંચ વર્ષ બાદ દિવાળી અને નવા વર્ષનો પ્રવાસ રદ કરી વતનમાં દિવાળી મનાવી રહ્યા છીએ. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 5-6 દેશોના 15 થી વધુ વાર પ્રવાસ કરનારા શિવમે વધુમાં જણાવ્યું હતું કે, આ એક સમય ખૂબ જ કપરો છે અને તમામે સાથે રહીને આ માહામારી સામે લડવાનું છે. આગામી શિયાળાની ઋતુમાં આ માહામારીના કેસ વધી શકે છે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે એટલે તમામ લોકોએ સાવચેતી પૂર્વક ચાલવાની જરૂર છે. મારી તમામ મિત્રોને એક જ સૂચના છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહોના ઉદ્દેશ સાથે તહેવારની ઉજવણી કરો એ જ આપણા માટે એક નવું જીવનદાન કહી શકાય છે.

મહેશભાઈ રામાણી અને તેની પત્નીના ગત વર્ષના વિદેશ પ્રવાસની તસવીર.
મહેશભાઈ રામાણી અને તેની પત્નીના ગત વર્ષના વિદેશ પ્રવાસની તસવીર.

કોરોના વધતા પ્રવાસ રદ્દ કર્યો
મહેશભાઈ રામાણી (ફાર્માસ્યુટીકલ)એ જણાવ્યું હતું કે, લગભગ પાંચ વર્ષથી દર દિવાળી-નવા વર્ષ બાદ પરિવાર સાથે કોઈ પણ એક વિદેશ પ્રવાસ કરતા આવ્યા છે. પાંચ વર્ષમાં 15 થી વધુ દેશોનો 20 વાર પ્રવાસ કર્યો હોય એમ કહી શકાય છે. આ વર્ષે પણ તુર્કી પ્રવાસનું બુકિંગ થઈ ગયું હતું પણ ફરી મહામારી કોરોનાના કેસ વિદેશમાં વધતા પ્રવાસ રદ કરી દીધો હતો. એટલું જ નહીં પણ હું પોતે કોરોના પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા 12 દિવસથી હોમ કોરન્ટીન છું તમામ મિત્રો જલ્દી સાજા થવાની શુભેચ્છા આપી રહ્યા છે. હું પણ લોકોને જાગૃત રહેવા સંદેશો આપું છું માસ્ક વગર બહાર ન નીકળો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને સેનિટાઈઝ થતા રહો એ જ આ માહામારી સામે રક્ષણ આપે છે. હાલ વતન સૌરાષ્ટ્રમાં છું અને પરિવાર પણ મારી સાથે વતનમાં દિવાળી મનાવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો