પ્રક્રિયા ઝડપી બની:રિટર્ન પ્રોસેસમાં 120ની જગ્યાએ હવે 30 દિવસમાં જ વેરિફિકેશન

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિફંડ, નોટિસ અને સ્ક્રુિટની ઝડપથી ઇશ્યુ થશે
  • લાખો કરદાતાઓને સૌથી મોટો લાભ રિફંડ મેળવવામાં થશે

31 જુલાઇએ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સાથે હવે રિટર્નના પ્રોસેસિંગ મામલે પણ મોટો નિર્ણય લેવાયો છે. હવે પ્રોસેસિંગ 120 દિવસની જગ્યાએ માત્ર 30 દિવસમાં જ કરી દેવાશે. જેથી લોકોને સૌથી મોટો લાભ રિફંડમાં થશે. નોંધનીય છે કે સુરતમાં અંદાજે 3 કરોડથી વધુનું રિફંડ ચૂકવાય છે. દરમિયાન હવે આગામી સમયમાં ઓડિટની તારીખ 30 સપ્ટેમ્બરમાં પણ ભાગ્યે જ વધારો થાય એમ હોવાથી 1 ઓગષ્ટે અનેક સી.એ.એ ઓફિસ બંધ રાખી હતી.

ઝડપી પ્રોસેસિંગથી આ ફાયદા પણ થશે
ઝડપથી પ્રોસેસિંગના લીધે હવે અનેક કામો સ્પીડ પકડશે. અગાઉ 4 મહિના લાગતા હતો અને ત્યારબાદ રિટર્ન પ્રોસેસ બાદના કામો થતા હતા. હવે 30 જ દિવસમાં પ્રોસેસિંગના લીધે પહેલાં રિફંડ ઝડપથી મળશે. ત્યારબાદ જે નોટિસો ઇશ્યુ થવાની હોય તે થશે અને સ્ક્રુટિની કેસોની નોટિસો પણ ઝડપથી મળશે. અગાઉ રિફંડ મેળવવામાં લાંબો સમય લાગતો હતો. પરંતુ 15 વર્ષ અગાઉ રિટર્ન પ્રોસેસિંગ અને ટીડીએસ માટે અલાયદા સેન્ટર શરૂ કરતા બધુ જ ધીમે-ધીમે ઝડપ તરફ વધ્યું હતું.

એક્સપર્ટ: પ્રોસેસ ઝડપી બની તે પોઝિટિવ બાબત
સી.એ. બિરજુ શાહ કહે છે કે, વેરિફિકેશન ઝડપી બનતા હવે પ્રોસેસિંગ ઉપરાંત રિફંડનો મુદ્દો હલ થઈ જશે. અગાઉ રિફંડ મળતા લાંબો સમય લાગતો હતો પરંતુ હવે 30 જ દિવસમાં વેરિફિકેશન થતાં રિફંડ પણ ઝડપથી થશે.

અન્ય સમાચારો પણ છે...