બિઝનેસ સંવાદ:હાલ આચારસંહિતા છે, ચૂંટણી પૂર્ણ થયા બાદ તમે આવજો : પિયુષ ગોયલ

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી જંગ વચ્ચે શહેરના વેપારી અને ઉદ્યોગ સંગઠન સાથે કેન્દ્રીય મંત્રીએ સંવાદ કર્યો, ઇવેન્ટ લોન્ચ સેરેમની યોજાઈ
 • ‘ડાયમંડ અને જેમ-જ્વેલરી ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ નાની’

‘ડાયમંડ અને જેમ એન્ડ જ્વેલરીની ઈન્ડસ્ટ્રીના પ્રશ્નોની રજૂઆતો ખૂબ જ નાની છે, હાલ ચૂંટણી ચાલી રહી છે એટલે આચાર સંહિતા છે, ચૂંટણી પૂર્ણ થયા બાદ તમે આવજો તમારી સમસ્યાઓનું સમાધાન કરવા બેઠક કરીશું.’ તેમ જ્વેલરી પ્રદર્શન લોંચ સેરેમનિ અને ઉદ્યોગ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિય કોમર્સ મંત્રી પિયુષ ગોયલે વાત કરી વેપારી સંગઠનોને પોતાની તરફ કરવાનો પ્રયાસ કર્યો હતો. જીજેઈપીસીના માજી ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ‘સુરતમાં 350થી વધારે જ્વેલરી ઉત્પાદકો ને ડ્યુટી ફ્રિ ગોલ્ડ અને ઈચ્છાપોરમાં બનાવવામાં આવેલા જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં ડાયટ્રેડ સેન્ટરમાં રફની હરાજીમાં આવતા વિદેશી રજિસ્ટ્રેશન જેવા અવરોધો દુર થવા જોઇએ.

કેન્દ્રીય કોર્મસ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ સિવાય પણ કોઈ સમસ્યા હોય તો કેજો આપડે તેનું પણ સમાધાન કાઢીશું. સુરતે સાબિત કરી બતાવ્યું છે કે, સુરત વિશ્વનુ કેપિટલ બન્યું છે. યુરોપમાં હાલ 40 વર્ષની સૌથી વધારે મોંઘવારી છે.

સવાલ : મોરબી કાંડમાં મેઈન આરોપીની જગ્યાએ ચોકીદારની ધરપકડ થઈ છે
ગોયલ : બીજેપી કોઈ સાથે પક્ષપાત કરતી નથી
સુરતમાં કોમર્સ મંત્રી પિયુષ ગોયલના ઉદ્યોગસંવાદ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મોરબી કાંડમાં ચોકીદારની ધરપકડ અંગે ખુલીને જણાવ્યું હતું કે બીજેપી કોઈ સાથે પક્ષપાત કરતી નથી.

 • તમે કહ્યું કે, ઈલેક્શનને લઈને સુરતમાં કોઈ કોમ્પિટીશન નથી, કેવી રીતે ?
 • પિયુષ ગોયલ : સુરતમાં મને કોઈ કોમ્પિટીશન દેખાતી નથી. માત્ર મિડિયામાં જ બયાન બાજી ચાલી રહી છે.
 • રાહુલ ગાંધી આવ્યા છે તેમણે કહ્યું છે કે, મોરબી કાંડમાં મેઈન આરોપીને છોડીને ચોકીદારને પકડવામાં આવ્યા છે આ બાબતે તમારે શું કહેવું છે ?
 • પિયુષ ગોયલ - ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યારેય પક્ષપાત કરતા નથી. અમારી સરકાર કાનુનને કામ કરવા દે છે.
 • શહેરના બિઝનેસમેનો સાથે મુલાકાત થઈ, તેમણે શું રજૂઆતો કરી?
 • પિયુષ ગોયલ : સુરતમાં ગારમેન્ટ, પ્રોસેસિંગ, ડાયમંડ, જ્વેલરીના તમામ ઉદ્યોગકારોએ સંતોષ વ્યક્ત કર્યો, એક્સપોર્ટ વધારવાને સમર્થન આપ્યું તે બદલ વેપારીઓનો આભાર વ્યક્ત કરું છું
 • સારી સારી વાતો જ સાંભળવા મળી કે, પછી કોઈએ સમસ્યાઓ પણ રજૂ કરી ?
 • પિયુષ ગોયલ - લેબગ્રોન ડાયમંડમાં સરકાર પ્રોએક્ટિવ રીતે સરકાર કામ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...