કર્મચારીઓમાં ભય:હવે હિંદીમાં પોસ્ટર લાગ્યા ‘અમને કામ કરવા દો, રોજી નહીં છીનવો’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારથી કારખાનાં શરૂ કરવા DCP સાથેની બેઠકમાં નિર્ણય
  • અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પોસ્ટર વોર, કર્મચારીઓમાં ભય

અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં અસામાજિક તત્વોએ હાથ પગ કાપી નાંખવાની ધમકીના આપ્યા બાદ હવે ઘણા કારીગરોએ હિન્દી અને ઉડિયા ભાષામાં પોસ્ટર લગાડ્યા છે કે, ‘અમને કામ કરવા દો. અમારી રોજગારી નહીં છીનવો’ હવે બુધવારથી કારખાના શરૂ કરાશે અને પોલીસ પેટ્રોલિંગ વધારાશે.અંજની એસ્ટેટમાં 1200 યુનિટો છે. જેમાંથી 350 વીવિંગ એકમો છે, જેમાં 50 હજાર કર્મચારીઓ છે.

પરંતુ અસામાજિક તત્વોએ આપેલી ધમકીને કારણે કર્મચારીઓમાં ડર ફેલાઈ ગયો હતો અને શનિવારથી જ અંજની ઈન્ડસ્ટ્રીના તમામ યુનિટો બંધ હતાં. ત્યારે કર્મચારીઓ દ્વારા અંજની ઈન્ડસ્ટ્રીમાં પોસ્ટર લગાવાવમાં આવ્યા છે અને જેમાં લખવામાં આવ્યું છે કે, ‘અમને કામ કરવા દો અમારી રોજગારી છિનવો નહીં.’ સાથે સાથે અંજની ઈન્ડસ્ટ્રીયલ એસોસિએસન સાથે ડિસીપી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિપીસીએ કહ્યું હતું કે, ‘અમે અસસામાજીક તત્વોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.’

જ્યાં જરૂર જણાશે ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરશે
અંજની ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ કહ્યું કે, ‘આજે ડિસીપી સાથે બેઠક થઈ હતી. જ્યાં જરૂર જણાશે ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરશે અને બુધવારથી તમામ કારખાના શરૂ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...