• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Now The Work Of The Government Scheme Has Stopped Due To The Strike, Only 322 Talatis In Place Of 427 Talatis In 566 Gram Panchayats.

105 પંચાયતમાં ઇન્ચાર્જ તલાટી:હવે હડતાળથી સરકારી યોજનાના કામ ઠપ, 566 ગ્રામ ​​​​​​​પંચાયતોમાં 427 તલાટીઓની જગ્યા પર ફક્ત 322 જ તલાટી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પડતર માગણીઓના મુદ્દે રાજ્યભરના તલાટી હડતાળ પર છે ત્યારે સુરત જિલ્લાની 566 ગ્રામ પંચાયતોમાં 427 તલાટીઓના મંજૂર મહેકમ સામે 322 જગ્યાઓ જ ભરેલી છે જ્યારે 105 ગ્રામ પંચાયતોનુ કામ ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહ્યું છે.માંડવી તાલુકાના એક તલાટી ક્રમ મંત્રીના માથે તો 6 ગ્રામ પંચાયત અને સોળ ગામનો વહીવટ માથે ઠોકી દેવામાં આવ્યો છે. ઉપરથી છોગામાં વિસ્તરણ અધિકારી તરીકેની પણ વધારાની કામગીરીનો બોજો નાખવામાં આવ્યો છે એક તરફ સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી .

તલાટીની ઘટનો ભોગ જિલ્લાના લોકોે બની રહ્યાં છે
સુરત જિલ્લાના નવ તાલુકાઓ પૈકી માંડવી. માંગરોળ. મહુવા. ઉમરપાડા જેવા તાલુકા આદિવાસી બેલ્ટ ધરાવતા તાલુકા છે. તલાટી મંત્રીઓ ક્યારે હાજર હોય એનું કોઈ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં કાર્યરત તલાટી મંત્રીઓ પણ માનસિક તાણ સાથે કામના ભારણ સાથે એકથી વધુ ગામોના ચાર્જમાં કામ કરી રહ્યા છે અને વળી ગામોમાં અને આખા જિલ્લામાં પશુપાલકોને દાખલાઓ આપવા સહિતની કામગીરી પણ તલાટીઓ કરે છે. આવા પશુપાલકોના પશુઓના મોત થવાના કિસ્સામાં કે અન્ય સરકારી યોજનાઓમાં સરકારી વળતર. લોન સહાય અપાવવા જે પ્રક્રિયા થવી જોઈએ જે ગ્રામ પંચાયત લેવલે થી જ થાય છે પરંતુ પૂરતો સ્ટાફ જ નથી.વિવિધ મુદ્દે રાજ્યભરના તલાટીઓએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે આજે પાંચ પાંચ દિવસ થી તલાટીઓની હડતાલ છતાં સરકાર હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી જેનો ભોગ ગ્રામીણ પ્રજા બની રહી હોવાનો સવાલ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે ઉઠાવ્યો હતો.

એક એક તલાટી પાસે 3થી 4 ગામના ચાર્જ :દર્શન નાયક
જિલ્લામાં 566 ગ્રામ પંચાયતો આવેલી છે.જિલ્લામાં 427 તલાટી ક્રમ મંત્રીના મંજૂર મહેકમ સામે માત્ર 322 તલાટી ક્રમ મંત્રીઓની જગ્યાઓ ભરાયેલી છે સામે 105 તલાટીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે એટલે કે જિલ્લામાં અનેક ગ્રામ પંચાયતોમાં સ્વતંત્ર કારભાર ધરાવતા તલાટી ક્રમ મંત્રી નથી એક એક તલાટીઓ પાસે બે -ત્રણ કે ચાર - ચાર ગામનો ચાર્જ સોપાયેલા હોવાનું સહકારી અગ્રણી અને જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ વિપક્ષ નેતા દર્શન નાયકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...