તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:હવે વેક્સિન ખૂટી, 18+માટે 10 દિવસની રસીનાં 50 હજાર ડોઝ ફાળવાયાં હોવાથી રોજ 20 હજારને બદલે માત્ર 5 હજારને રસી અપાય છે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
18+ના 4609એ વેક્સિન મૂકાવી હતી. - Divya Bhaskar
18+ના 4609એ વેક્સિન મૂકાવી હતી.
  • 45+ માટે રસી નહીં હોવાથી આજે કેન્દ્રો બંધ, 18+ યુવાઓને એપોઈનમેન્ટ જ મળતી નથી, સિવિલમાં છેલ્લા 3 દિવસથી રસી આપવાનું બંધ

શહેરમાં હવે વેક્સિન પણ ખૂટી પડી છે. 18 થી 44 વયજૂથના લોકો માટે વેક્સિન શરૂ કરવામાં આવી છે અને લોકો લેવા માટે પણ તૈયાર છે છતાં રોજના માંડ પાંચ હજાર લોકોને જ રસી મૂકવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત પાલિકાને દસ દિવસ માટે માત્ર પચાસ હજાર વેક્સિનનો જથ્થો જ ફાળવવામાં આવ્યો છે.

જે મુજબ રોજના પાંચ હજાર લોકોને રસી મૂકવામાં આવે છે અને આ પ્રમાણે જ રજીસ્ટ્રેશન પણ થાય છે. સાંજે ચાર વાગ્યે રજીસ્ટ્રેશન શરૂ થાય તેના એક જ કલાકમાં પાંચ હજાર એપોઈન્ટમેન્ટ ફુલ થઈ જાય છે જેથી અન્ય યુવાઓને રજીસ્ટ્રેશન પણ થતું નથી. બીજી તરફ, અમદાવાદમાં એક સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન થઈ શકે છે પણ સુરતમાં એક જ દિવસ એડવાન્સ રજીસ્ટ્રેશન કરી શકાય છે જો કે પાલિકાના અધિકારીનું કહેવું છે કે, આગામી દિવસોમાં બે થી ચાર દિવસ એડવાન્સ રજીસ્ટ્રેશન થઈ શકે તેવી વ્યવસ્થા કરી રહ્યાં છે.

પણ હાલ સ્ટોક નહીં હોવાના કારણે એક જ દિવસનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, 45 થી વધુ વયના ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી મંગળવારે તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. બુધવારે રસીનો જથ્થો ઉપલબ્ધ થશે તો જ રસી અપાશે. સિવિલ હોસ્પિલમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વેક્સિન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સોમવારે રજીસ્ટર્ડ 5000માંથી 4609 લોકોએ રસી લીધી હતી.

રજિસ્ટ્રેશન 1 કલાક જ થતું હોવાથી યુવાઓને મુશ્કેલી

સુરતના વેપારીને માંગરોળ કેન્દ્ર મળ્યું ત્યાં ગયા તો કહ્યું ‘અહીં રસી નહી મળે’
સુરત : સુરતમાં રહેતા વેપારી ઉત્તમભાઈ દસાણીએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમના એક સંબંધી 45 વર્ષથી ઓછી ઉંમરના હોવાથી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. પોર્ટલ પરથી તેમને સુરત જિલ્લાના માંગરોળ સીએચસી સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. બપોરે 1થી 3 વાગ્યાનો સમય અપાયો હતો. તેઓ માંગરોળ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં જવાબદાર અધિકારીઓએ કહ્યું કે, વેક્સિન આપવા વહિવટી તંત્ર તરફથી મંજૂરી નથી. તેથી વેક્સિન આપી શકાશે નહીં. વલસાડથી પણ લોકો અહીં રસી લેવા આવ્યાં હતાં તેમણે પણ ધક્કો ખાવો પડ્યો હતો.

GIDCમાં રજીસ્ટ્રેશન માટે અધિકારીઓને કામે લગાવાયા
સુરત : પાલિકાનો તમામ સ્ટાફ હાલમાં કોવિડની કામગીરીમાં જોતરાયો છે. બીજી તરફ હવે બે મહિના બાદ ચોમાસું શરૂ થશે. જેથી પ્રિ-મોન્સૂનને લગતી કામગીરી તમામ ઝોનમાં શરૂ કરી દેવા આજે અધિકારીઓને આદેશ અપાયા છે. કોરોનાની મળેલી રિવ્યુ બેઠકમાં આ ઉપરાંત શહેરના GIDC અને સ્લમ વિસ્તારમાં 18 ઉપર નાં નાગરિકોને પ્રાથમિકતા આપી વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવવાની કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સુચના અપાઇ છે.

રજિસ્ટ્રેશન ગણતરીના કલાકોમાં ફુલ થઈ ગયું
કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ સ્લોટ મળતો નથી. તમામ ડેટા ફિડ કરાઇ છે પરંતુ તારીખનો સ્લોટમાં એપોઇન્ટમેન્ટ મળતી નથી.’ -નૈનેશ ગોરે, અલથાણ-ભટાર
આખો દિવસ કોવિન પોર્ટલ પર મથવા છતાં એપોઇન્ટમેન્ટ મળી નહી, સાંજે રજીસ્ટ્રેશન શરૂ થયું પરંતુ ગણતરીના સમયમાં જ ફૂલ થઈ ગયું, હવે બીજા દિવસ એપોઇન્ટ લેવા કુસ્તી કરવી પડશે’-મયુર મોદી, અડાજણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો