સુરતના લોકો સુરતમાં જ પોતાનું પાર્સલ સેમ ડે પહોંચડાવા માંગતા હોય તો તેમના માટે પોસ્ટ વિભાગે ‘સેમ ડે પાર્સલ ડિલિવરી’ સેવા શરૂ કરી છે.ઈનોગ્રલ કાર્યક્રમમાં રાજ્યના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ નીરજ કુમાર વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતાં. સુરતમાં જ જેમણે પાર્સલની ડિલિવરી કરવી હશે તેમની એક દિવસમાં થઈ જશે. આ સેવા શરૂ થવાથી ડિલિવરી સમય એક દિવસ ઓછો થશે અને જે તે દિવસે જ પાર્સલની ડિલિવરી મળી જશે.
બપોરે 2 વાગ્યા સુધીમાં મહિધરપુરા પોસ્ટ ઓફિસ ખાતે પાર્સલ પહોંચાડી દેવામાં આવશે તો તે જ દિવસે સુરત હેડ પોસ્ટ ઓફિસ વિસ્તાર, સગરામપુરા પુટલી વિસ્તાર, નાનપુરા હેડ પોસ્ટ ઓફિસ વિસ્તાર, એસ. વી. આર. કોલેજ પોસ્ટ ઓફિસ વિસ્તાર, કતારગામ પોસ્ટ ઓફિસ વિસ્તાર, વરાછા રોડ પોસ્ટ ઓફિસ વિસ્તાર, નવયુગ કોલેજ પોસ્ટ ઓફિસ વિસ્તાર, રાંદેર પોસ્ટ ઓફિસ વિસ્તાર, એ.કે. રોડ પોસ્ટ ઓફિસ વિસ્તાર, અલથાન પોસ્ટ ઓફિસ વિસ્તાર, બોમ્બે માર્કેટ પોસ્ટ ઓફિસ વિસ્તાર, અને ઉધના પોસ્ટ ઓફિસ વિસ્તારના પાર્સલો ડિલિવર કરી દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.