નિર્ણય:હવે સુરતના મેયરને અમદાવાદની જેમ ત્રણ કરોડની ગ્રાંટ, કોર્પોરેટરોને પણ 25 લાખ મળશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામી ચૂંટણીએ પાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ માટે ગ્રાંટની રકમ વધારાઈ
  • શાસક-વિરોધપક્ષના નેતાને અમદાવાદ કરતાં 50 લાખ વધુ ગ્રાંંટ, દોઢ કરોડ મળશે

2021-22માં સામી ચૂંટણી છે ત્યારે સુરત પાલિકામાં વિપક્ષના વધતા પ્રભાવને ખાળવા અને નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ માટે ગ્રાંટની રકમ વધારાઈ છે. મેયર, ડે. મેયર, સ્થાયી ચેરમેન, શાસક-વિપક્ષ નેતા-પાલિકા સભ્યોની ગ્રાંટ વધારાશે. જેથી વર્ષે રૂ. 5.35 કરોડનો પાલિકા તિજોરી પર બોજો પડશે.હવે સુરતના મેયરને અમદાવાદના મેયરની જેમ 3 કરોડની ગ્રાંટ મળશે.

અત્યાર સુધી 2 કરોડ ગ્રાંટ હતી. ડેપ્યુટી મેયર- સ્થાયી સમિતિ ચેરમેનની ગ્રાંટ 1.30 કરોડથી વધારી 2 કરોડ, શાસક-વિપક્ષ નેતાની ગ્રાંટ પણ 80-80 લાખ વધારી 1.50 કરોડ તો તમામ કોર્પોરેટરોની ગ્રાંટમાં 15 લાખ વધારો કરી 25 લાખ કરાઈ છે. સ્થાયી સમિતિમાં દરખાસ્ત થતા તા.20મીએ મંજૂરીની મહોર મરાશે.

મેયરથી માંડી કોર્પોરેટરોની ગ્રાંટમાં થયેલો વધારો

પદાધિકારીગ્રાંટ હતીવધારોનવી મંજૂર ગ્રાંટ
મેયર02 કરોડ1 કરોડ03 કરોડ
ડે. મેયર70 લાખ1.30 કરોડ02 કરોડ
સ્થાયી ચેરમેન70 લાખ1.30 કરોડ02 કરોડ
શાસક પક્ષના નેતા70 લાખ80 લાખ1.50 કરોડ
વિરોધ પ્રક્ષના નેતા70 લાખ80 લાખ1.50 કરોડ
કોર્પોરેટર10 લાખ15 લાખ25 લાખ

અધિકારીઓના હક્કો છીનવાયા
પાલિકાના અધિકારીઓની 15 લાખ સુધીના વિકાસ કામ પાછળ ખર્ચ કરવાની સત્તા છીનવી પદાધિકારીઓમાં ગ્રાન્ટ વધારાશે.

અન્ય સમાચારો પણ છે...