નિર્ણય:હવે કાર્યપાલક ઇજનેર 400 મીટર સુધીના અનધિકૃત બાંધકામો કાયદેસર કરી શકશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૃડો એક્ટ-22ના અમલીકરણ પહેલાં જ વિવિધ જવાબદારીઓની વહેંચણી
  • 16.50 મીટરથી વધુ ઉંચા ટાવરની BUC માટે મધ્યસ્થ શહેરી વિકાસને જવાબદારી

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવાના વટહુકમ–2022ની ગઇ તા.17 ઓક્ટોબરના રોજ જાહેરાત કરાયાં બાદ અમલમાં આવેલા વટહુકમ મુજબ નિયમો અને નિયત ફી દર નક્કી કરતાં પરિપત્રને શનિવારે જાહેર કરાયો હતો. જેમાં 16.50 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતી અને એકથી વધુ લેવલ કોમર્શિયલ હોય તેવાં બિલ્ડિંગની ઇમ્પેક્ટ અરજીની ચકાસણી મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા કરવા તેમજ 500 મીટર સુધીના અંતરમાં પાર્કિંગ ઉપલબ્ધ કરાવવાના કિસ્સામાં ઝોનલ ચીફ મારફત ચકાસણી કરાવવામાં આવશે.

પાલિકા કમિશનરની મંજૂરીએ જાહેર થયેલા પરિપત્ર મુજબ વટહુકમ-2022 અંતર્ગતની અરજીઓની કાર્યવાહી રાજય સરકારના ઈ-નગર પોર્ટલ મારફત જ કરવાની રહેશે. આ પોર્ટલ પર સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારની પ્રાપ્ત તમામ ઓનલાઈન અરજીઓ પહેલાં મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગમાં નોંધ કરી સંબંધિત ઝોન કચેરીઓમાં પ્રક્રિયા માટે ટ્રાન્સફર કરી દેવાશે. 16.50મીટરથી વધુ ઉંચાઈના તમામ બિલ્ડીંગ તથા એકથી વધુ લેવલના કોમર્શીયલ બિલ્ડીંગ જેના BUC હજુ બાકી હોય તે અનધિકૃત બાંધકામોની અરજીની ચકાસણી પણ મધ્યસ્થ વિભાગથી કરવાની રહેશે.

મલ્ટીપ્લેક્ષ-ઓડીટોરીયમ, એકઝીબીશન-મેરેજ હોલ અને સ્ટેડીયમના અનધિકૃત નિર્માણની ઇમ્પેક્ટ અરજી ચકાસણીની જવાબદારી પણ મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગને સોંપાઇ છે. ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ-2022 હેઠળની કાર્યવાહી માટે પાલિકા કમિશનરે શનિવારે જાહેર કરેલા પરિપત્ર નં. ટીડીઓ/૪૦૮૫થી કામગીરીની પણ વહેંચણી કરી હતી. ડેઝીગ્નેટેડ ઑથોરિટી તરીકે ઝોનના કાર્યપાલક ઈજનેર શહેરી વિકાસ અધિકારીની નિયુક્તિ કરાઇ હતી. જેમાં 400 મીટર સુધીની મિલકતની અરજીમાં જે તે ઝોનના કાર્યપાલક ઇજનેર નિર્ણય લઇ શકશે. જોકે તેથી વધુ પહોળાઇ ધરાવતી મિલકતોની અરજીમાં ઝોનલ ચીફની સહીથી જરૂરી પ્રમાણપત્ર રજૂ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...