તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:હવે કોલેજના બધા સેમમાં રિ-એસેસમેન્ટ કરી શકાશે, 3 લાખ વિદ્યાર્થીઓને ફાયદો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીની બેથી વધુ ઉત્તરવહીઓનું રિ-એસેસમેન્ટ કરવામાં નહીં આવે
  • વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયાના સાત દિવસમાં ફોર્મ ભરવાનું રહેશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બે પેપર કરતા વધારના પેપરની ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરશે નહીં. યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગેજ્યુએટના તમામ સેમેસ્ટર અને વર્ષમાં અભ્યાસ કરતાં 3 લાખ વિદ્યાર્થીઓને રિ-એસસમેન્ટનો લાભ મળશે.તેવામાં જ યુનિવર્સિટીએ પુનઃમૂલ્યાંકન અને ગુણ ચકાસણીના નિયમો જાહેર કર્યા છે.

જેમાં વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયાના સાત દિવસમાં ફોર્મ ભરવાનું રહેશે.તેમજ પુનઃમૂલ્યાંકન અને ગુણ ચકાસણી પરિણામમાં ફેરફાર થયો હશે તે બેઠક નંબરના પરિણામના નોટિફિકેશનમાં આવશે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અરવિંદ ધડૂકે આ મામલે કોલેજના આચાર્યો અને ડિપાર્ટમેન્ટના એચઓડીને પત્રમાં જણાવ્યું કે, ગુણ ચકાસણી અને પુનઃમૂલ્યાંકનના પરિણામ જાહેર થવામાં વિલંબ થશે તો નાણાકીય નુકસાનનું વળતર અંગેની કોઇ પણ અરજી ગ્રાહ્ય રખાશે નહીં.

કોપી કેસ હશે તો તે પેપરનું રિ-એસસમેન્ટ નહીં થાય

  • અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં વાર્ષિક સિસ્ટમમાં તમામ વર્ષમાં અને સેમેસ્ટર સિસ્ટમમાં તમામ સેમેસ્ટરમાં પુનઃમૂલ્યાકન અને ગુુણ ચકાસણી કરાવી શકાશે.
  • સમય પૂર્ણ થયા પછી ફોર્મ લેવાશે નહીં.
  • પરિણામના કુલ પાર્સિંગ હેડસના ઓછામાં ઓછા પંચાસ ટકા હેડસમાં પાસ થનારા વિદ્યાર્થી જ પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકશે.
  • બે પેપર કરતા વધારે પેપરની ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરી શકાશે નહીં.
  • પેપર દીઠ પુનઃમૂલ્યાંકનની ફી રૂ.500 રહેશે.
  • પુનઃમૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓના ગુણમાં ફેરફાર થાય કે નહીં થાય ભરેલી રકમ પરત આપવામાં આવશે નહીં.
  • પરીક્ષામાં વિદ્યાર્થીઓનો જે પેપરમાં કોપી કેસ થયેલ હોય તે સિવાયના અન્ય પેપરમાં વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન અને ગુણ ચકાસણી કરાવી શકશે.
અન્ય સમાચારો પણ છે...