તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબોધન:અત્યારે આંસુ લુછવાનો અ‌વસર છે, આંસુ પડાવવા ભયંકર પાપ છે: પં. પદ્મદર્શનજી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૈન ઉપાશ્રયમાં શ્રદ્ધાળુઓને સંબોધન કરતા પ.પદ્મદર્શનજી મહારાજ. - Divya Bhaskar
જૈન ઉપાશ્રયમાં શ્રદ્ધાળુઓને સંબોધન કરતા પ.પદ્મદર્શનજી મહારાજ.
  • કોરોનાકાળમાં સ્વજનોને ગુમાવનાર લોકોને હૈયાધરપત આપવા શીખામણ આપી

નાનપુરા અઠવા ગેટ ખાતે ગજજરવાડી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની બાજુમાં જૈન ઉપાશ્રય ખાતે પંન્યાસ પ્રવર પદ્મદર્શનજી મહારાજે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હસતા રહેશો તો ઉપરવાળો પણ તમારો સાથ નહીં છોડે, વગર કારણે કોઇને હેરાન કરશો તો ઉપરવાળો તમને નહીં છોડે, આજે ઘણાંના મુખ ઉપરથી સ્મિત પ્લાયન થઇ ગયું છે. સ્મિત પ્લાયન થવાના ઘણાં કારણો હોઇ શકે છે. વર્તમાનની પલટાતી પરિસ્થિતિનાં કારણે ઘણાં લોકો ડિસ્ટર્બ છે. કોરોનાની ભયંકર સ્થિતિમાં ઘણાંએ સ્વજનો ગુમાવ્યા છે. કોઇએ પોતાનો આધાર ગુમાવ્યો છે.કોઇ તન,મન અને ધનથી પણ દુ:ખી છે.

તેમણે આગળ જણાવ્યું કે, દુ:ખની દવા દિવસો છે. જેમ જેમ દિવસો પસાર થતાં જશે તેમ તેમ દુ:ખ હળવું થતું જશે. દુ:ખના વિચારો પણ માનવીને વધુ દુ:ખી બનાવે છે. સમય સમયનું કામ કરશે. જેમ પાણીના પ્રવાહને કોઇ રોકી શકતું નથી તેમ સમયના પ્રવાહને પણ કોઇ રોકી શકતું નથી. અત્યારે આંસુ લૂછવાનો અવસર છે. આંસુ પડાવવા તે ભયંકર પાપ છે. દીન-દુ:ખિયા સાધાર્મિક બંધુઓને રડતા હોય તો તેમની યોગ્ય કદર કરીને હસાવતા શીખો. જો હસાવી ન શકતા હો તો કમ સે કમ હેરાન કરવાનું કામ તો ક્યારે પણ કરતાં નહીં. કોઇને ત્રાસ આપવો તે જઘન્ય અપરાધ ગણાય.

અન્ય સમાચારો પણ છે...