જાહેરાત:હવે 400 હંગામી નોન ટીચિંગ સ્ટાફના ઇન્ટરવ્યૂ 6-7 મેએ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારનો પરિપત્ર આવતાં ઈન્ટરવ્યૂ મોકૂફ
  • પટાવાળા માટે બીકોમ યુવકોની ઉમેદવારી

નર્મદ યુનિવર્સિટીએ 11 મહિનાના કરાર આધારીત 400 નોન-ટિચિંગ સ્ટાફના બુધવારે વોક ઇન ઇન્ટરવ્યૂ હતા, બીકોમ થયેલા ઉમેદવારો પટાવાળાની જગ્યા માટે આવ્યા હતા. જો કે, સરકારના પરિપત્રને ધ્યાને રાખીને ઈન્ટરવ્યૂ મોકૂફ રખાયા છે, જે હવે 6 અને 7 મેએ લેવાશે.

પરિપત્ર મુજબ, રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ખાલી જગ્યાઓ માટે બિન-શૈક્ષણિક સંવર્ગમાં માન્ય એજન્સી મારફતે આઉટસોર્સથી અને શૈક્ષણિક સંવર્ગમાં 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે સેવા મેળવવાની રહેશે. મુદત પૂરી થયા બાદ આવા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાના રહેશે. ત્યાર બાદ નવેસરથી જાહેરાત આપી ઉમેદવારોની પસંદગી નવેસરથી કરવાની રહેશે. મંજૂર થયેલી જગ્યામાં ખાલી જગ્યા નિયમિત ધોરણે ભરવાની કાર્યવાહી યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...