GSTનું કમઠાણ:હવે વેચનારા GST નહીં ભરે તો ખરીદનાર પાસે વસૂલવા કવાયત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટિસ ફટકારાઈ, ITC પણ અટકાવી
  • લેભાગુ ડિલરો સાથે વેપાર કરનારા વેપારીઓ ભેરવાયા

જીએસટીની કમઠાણે એવા વેપારીઓની ઉંઘ ઉડાવી છે જેઓએ જાણી જોઈને કે ભૂલથી બોગસ ડિલરો સાથે ધંધો કર્યો હોય. કોઇ પણ રીતે ખરીદ અને વેચાણ કરવાના કેસમાં હવે લેભાગુઓ સાથે ધંધો કરનારા વેપારીઓ ભેરવાયા છે. અને આગામી દિવસોમાં આવા બોગસ ડિલરો સાથે વેપાર કરનારા પર તવાઇ આવી શકે છે. જેની શરૂઆત કરી દેવામાં આવી છે.

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના કેસમાં વેચનારે ટેક્સ નહીં ભર્યો હોય તેવા કેસમાં હવે ખરીદનાર પાસે જ ટેક્સની વસૂલાત માટે જીએસટી ડિપાર્ટમેન્ટે ક્વાયત શરૂ કરી દીધી છે. વેપારીઓને નોટિસો આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આવા કેસમાં અનેક વેપારીઓની આઇટીસી પણ અટકાવી દેવાના મામલા સામે આવ્યા છે.જેના પર કોર્ટ કેસ પણ કરાયા છે.

આ મામલે ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે, આ સમસ્યા અગાઉ હતી પરંતુ રિટર્ન ભરવાની અને ક્રોસ વેરિફિકેશનની સિસ્ટમ બદલાતા હવે આવા કિસ્સા જલદી સામે આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આવા અનેક કેસમાં ખરીદનાર વેપારીઓની આઇટીસી અટકાવી દીધી છે. કોર્ટમાં આવા કેસ ગયા છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય આવ્યા નથી.

સી.એ. નિરજ ગુપ્તા કહે છે કે નિયમ મુજબ ખરીદનાર ટેક્સ ભરીને જ માલ ખરીદે છે બાદમાં વેચનાર વેપારીઓ જ્યારે ટેક્સ જમા કરાવી દે તો ખરીદનાર વેપારીને તેની આઇટીસી મળી જાય છે. પરંતુ અનેક કેસમાં જોવામાં આવ્યુ છે કે વેચનાર ટેક્સ નહીં ભરતા ખરીદનારની આઇટીસી અટવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...