ઈનોવેશન:હવે 1 રૂપિયામાં, ઘરે બેસી આપી શકાશે મોક અને પ્રેકટીસ ટેસ્ટ, SVNITના 3 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ટેસ્ટ પ્લેટફોર્મ બનાવ્યું

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનના સમયમાં સ્કુલ, કોચિંગ અને યુનિવર્સિટી જ્યારે બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને તેઓ ઘરે બેસીને પણ વિવિધ ટેસ્ટની પ્રેકટીસ કરી શકે તે માટે એસ.વી.એન.આઈ.ટીના વિદ્યાર્થીઓએ સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અને સંચાલકો માટે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. એસવીએનઆઈટીના દિશાંત ગાંધી, આલોક દુબે અને માહિત ગુપ્તાએ Gradeazy નામનું ઓનલાઇન ટેસ્ટ પ્લેટફોર્મ બનાવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન એક્ઝામ આપી શકશે અને સંચાલકો પણ ઓનલાઈન ટેસ્ટ લઈ શકશે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ પ્લેટફોર્મ પર એક ટેસ્ટ માટે માત્ર એક રૂપિયો જ ચુકવવાનો રહેશે. 
કેવી રીતે કામ કરે છે?
જો કોઈ સંસ્થા એકસાથે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માંગે છે તો જે રીતે શિક્ષકો પેપર સેટ કરતા હોય છે તે રીતે લોગઈન કરીને પેપર સેટ કરવાનું હોય છે. ત્યારબાદ તેની લિન્ક બનાવીને વિદ્યાર્થીઓને મોકલી આપવાની હોય છે. અને વિદ્યાર્થીઓ સબમિટ કરાવે ત્યારે તેમને રિઝલ્ટ બતાવવું છે કે નહી તે પણ નક્કી કરી શકાય છે. અને છેલ્લે વિદ્યાર્થી અને શિક્ષકને ટેસ્ટનો વિગતવાર એનાલિસિસ કરેલા રિપોર્ટ પણ મળે છે.
સંસ્થાઓનો ખર્ચો બચશે
પ્લેટફોર્મ ઓનલાઈન હોવાને કારણે સ્કુલ-કોલેજ અને કોચિંગ ક્લાસિસનો ખર્ચો બચશે. પેપર ચકાસણી એક્યોરેટ રીતે થશે અને વિદ્યાર્થીઓને તરત રિઝલ્ટ પણ મળી જશે.  તેમજ વિગતવાર રિપોર્ટ મળશે કે વિદ્યાર્થી કયા વિષયમાં, કયા ચેપ્ટરમાં નબળો છે કે હોશિયાર છે. વિદ્યાર્થીઓના મોક ટેસ્ટ, પ્રેકટીસ ટેસ્ટ, સ્કોલરશીપ ટેસ્ટ, એપ્ટીટ્યુટ સહિતની ટેસ્ટ સાથે એસાઈન્મેન્ટ પણ ઓનલાઈન લઈ શકાય છે.
શું છે ખાસિયત?
15થી વધુ ભાષાઓ

આ પ્લેટફોર્મ 15 થી વધુ ભાષાઓને સપોર્ટ કરે છે. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, મરાઠી, તેલુગુ, જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ જેવી 15 થી વધુ ભાષાઓ છે.
વોઈસ કમાન્ડ

  • આ પ્લેટફોર્મ વોઈસ કમાન્ડ પર પણ કામ કરે છે. એટલે કે તમે જે ભાષામાં બોલશો તે ભાષામાં સવાલ અથવા જવાબ ટાઈપ થઈ જશે
  • MCQ ની સાથે લાંબા સવાલ વાળી ટેસ્ટ લઈ શકાય
  • પેપર સબમિટ થતાની સાથે તાત્કાલિક રિઝલ્ટ
  • ચિટીંગની શક્યતા નહીવત
  • મોબાઈલ પર પણ અવેલેબલ
  • એક સાથે ગમે તેટલા વિદ્યાર્થીઓ ટેસ્ટમાં જોડાઈ શકે છે
અન્ય સમાચારો પણ છે...