એજ્યુકેશન:હવે કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં પણ ઓન ડિમાન્ડ સિસ્ટમ દાખલ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા ફીથી માંડીને ટાઇમ ટેબલ પણ કોલેજો નક્કી કરશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મેઇન પરીક્ષા બાદ કોલેજોની ઇન્ટરનલ પરીક્ષામાં પણ ઓન ડિમાન્ડ સિસ્ટમ દાખલ કરી છે. જોકે, આ સિસ્ટમ દાખલ કરવા માટે બુધવારે એકેડેમિક કાઉન્સિલમાં કુલપતિ ડો.કે. એન. ચાવડા અને સિધ્ધાર્થ લો કોલેજના પ્રિન્સિપાલ આમને સામને થઈ ગયા હતા. સૂત્રોથી આ વાત જણાય આવી હતી કે સિધ્ધાર્થ લો કોલેજના એલએલબીના સેમેસ્ટર છનો એક વિદ્યાર્થી સામાજિક કારણોથી ઇન્ટરનલ પરીક્ષામાં હાજર રહ્યો ન હતો અને તે નાપાસ થયો હતો. જેથી વિદ્યાર્થીએ ફરીથી ઇન્ટરનલ પરીક્ષા આપવા માટે યુનિવર્સિટીમાં અરજી કરી હતી.

જેથી કુલપતિએ ઓનલાઇન મિટિંગમાં જ આચાર્ય સાથે વાતચીત કરી હતી. જેમાં કુલપતિ આચાર્યની કોઇ વાતથી એકદમ ગુસ્સે થઇ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને ન્યાય મળશે તેમનો ભોગ નહીં લેવાશે. આમ, આવી વાત પૂર્ણ થયા બાદ એકેડેમિક કાઉન્સિલે કોલેજોની ઇન્ટરનલ પરીક્ષામાં પણ ઓન ડિમાન્ડ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ પરીક્ષા માટેની ફી, ટાઇમ ટેબલ સહિતની બાબતો કોલેજોએ જ નક્કી કરવાની રહેશે.

આ પણ નિર્ણય લેવાયા

  • ઊનાળાનું વેકેશન 1લી મે, 2022થી 14 જૂન, 2020 સુધી એટલે કે 44 દિવસનું રહેશે
  • ઇન્ટરનલ પરીક્ષાની જગ્યાએ એમસીકયૂ ટેસ્ટ, એસાઇમેન્ટ અને એટેન્ડન્સથી માર્કસ અપાશે
  • ઇન્ટરનલ પરીક્ષા ફેબ્રુઆરી કે માર્ચ-2022 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે
  • હાલનું સત્ર 30 એપ્રિલ, 2022 સુધીમાં પૂર્ણ થશે
  • નવું શૈક્ષણિક સત્ર 15 જૂન, 2022થી શરૂ થશે
  • એમએ માસ કોમનો કોર્સ બંધ થશે
  • સમાજશાસ્ત્ર વિભાગમાં ચાલુ સત્રથી ભારતીય સંસ્કૃતિને લગતા સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ શરૂ થશે
અન્ય સમાચારો પણ છે...