નિર્ણય:હવે 9 બગીચાનું મેઇન્ટેનન્સ પણ પીપીપી ધોરણે કરાશે

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિભાવ પાછળ વર્ષે દહાડે પાલિકાને 30 કરોડનો ખર્ચ
 • કેટલાક​​​​​​​ ગાર્ડન માટે 5 વખત ટેન્ડરિંગ છતાં કોઈને રસ નથી

શહેરમાં 250થી વધુ ગાર્ડનમાં 160 મોટા ગાર્ડન છે.જેમાં પાલિકા ઘણાં ગાર્ડનને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે PPP ધોરણે ફાળવી શકી નથી. હાલ 9 ગાર્ડનને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે ફાળવવા ક્વાયત કરાઇ રહી છે.

ગાર્ડનના નિભાવમાં વર્ષે 30 કરોડથી વધુનો ખર્ચો થતાં પાલિકા હાંફી ગઈ છે. 5 મોટા ગાર્ડન તો PPP ધોરણે ફાળવી દેવાયા છે . જોકે, અન્ય ઘણાં ગાર્ડનો છે પરંતુ એજન્સીઓ ને રસ ન હોય તંત્ર દ્વારા પાંચ પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરવી પડી રહી છે.!

કેટલાક ગાર્ડન માટે 5 વખત ટેન્ડરિંગ છતાં કોઈને રસ નથી
વેકેશન હોવા છતાં પાલિકા હસ્તક ઘણાં ગાર્ડનને મેન્ટેનન્સ માટે ફાળવાયા નથી. PPP ધોરણે ફાળવવાના શાસકોના આગ્રહ ને પગલે ઘણાં ગાર્ડનો મેન્ટેનન્સ માટે અપાયા નથી. જહાંગીરપુરાનો રોઝ ગાર્ડન, વડોદ લેકગાર્ડન, લીલાવતી ઉદ્યાન ઉધનાને PPP ધોરણે મેન્ટેનન્સ માટે 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરાઇ છે છતાં એજન્સીઓએ રસ દાખવ્યો નથી.

આ ગાર્ડન PPP ધોરણે ફાળવાશે

 • જ્યોતિ વૈદ્ય ઉદ્યાન અઠવા
 • પાલ્મ ગાર્ડન રાંદેર
 • સરોજીની નાયડુ ઉદ્યાન રાંદેર
 • વીર સાવરકર ઉદ્યાન કતારગામ
 • વડોદ લેક ગાર્ડન ઉધના
 • પાલ તળાવ એન્ડ પાર્ટી પ્લોટ અને લીલાવતી ઉદ્યાન રાંદેર
 • કવિ કલાપી લેક ગાર્ડન રાંદેર
 • રોઝ ગાર્ડન જહાંગીરપુરા
 • કોસાડ, ફાયર સ્ટેશનથી શ્રીરામ સર્કલ નજીક, ગુજ.હાઉ.રિલાયન્સનગર
અન્ય સમાચારો પણ છે...