સાવચેતી રાખવા અપીલ:હવે રોજના 7થી 8 હજાર કેસ આવી શકે,વૃદ્ધો બહાર ન નીકળે: કમિશનર

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા 2%થી વધીને 4% થઈ
  • આગામી 15 દિવસ જોખમ વધુ, ભીડમાં માસ્ક હટાવાશે તો ચેપ નક્કી

ગુરૂવારે પાલિકા કમિશનરે પ્રવર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી શહેરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા આગામી 15 દિવસ ખુબ જ જોખમી હોવાનું જણાવ્યું હતું. શહેરમાં છેલ્લા 15 દિવસમાં 15,000 કેસ નોંધાઈ ચુક્યા છે તેમજ આવનારા દિવસોમાં 7થી 8 હજાર દૈનિક કેસ નોંધાશે તેવી ભીતિ દર્શાવી શહેરીજનોએ સાવચેતી રાખવા અપીલ કરી હતી. કમિશનર પાનીએ કહ્યું કે, ભીડમાં જો 1 મિનિટ માટે પણ માસ્ક નીચે ઉતાર્યુ તો સંક્રમિત થવાની શક્યતા 100 ટકા જેટલી છે.

પત્રકારોને સંબોધતા કમિશનર બંછાનિધિ પાનીએ હાલની કોરોનાની પરિસ્થિતિ અંગે વાકેફ કરતા કહ્યું હતું કે, આગામી 15 દિવસ લોકોને ખુબ સાવચેત રહેવું જોઇએ. અપીલ કરતા કહ્યું કે, જે લોકોએ હજી સુધી વેક્સીન નથી લીધી તેમજ જેઓની ઉંમર 60 વર્ષથી વધારે છે તેઓને સાવચેતી રાખવી જરૂરી છે. શહેરીજનોએ હવે રીવર્સ કોરેન્ટાઈન મેથડ પર ચાલવું પડશે. વડીલોને ઘરની બહાર ન નીકળવા માટે પણ તેમણે અપીલ કરી હતી.

હોસ્પિટલાઈઝેશન રેશિયો 2.5 ટકાથી વધીને 4 ટકા પર પહોંચ્યું
ઓમિક્રોનના લીધે નવા કેસનો ફેલાવો ગંભીર રીતે વધ્યો છે. સાથે સાથે હોસ્પિટલાઈઝેશનનો દર પણ વધ્યો છે. પાલિકા કમિશનર પાનીએ કહ્યું કે લોકો આ પરિસ્થિતિને ગંભીરતાથી લે. 1 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 20 હતી જે વધીને 250 થઈ છે. એટલે કે, હોસ્પિટલાઈઝેશન 2.5 ટકાથી વધીને 4 ટકા થયું છે.

ધન્વંતરી રથને વધારીને 221 તો સંજીવની રથને 92 કરી દેવાયા
સંક્રમણ વધતા જ કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ વધારાયું છે. આ માટે પાલિકા દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સની ટીમ પણ વધારવા આદેશ કરાયો છે. ઘરે ઘરે જઇને થતી આરોગ્યલક્ષી કામગીરી માટે ગઈકાલ સુધી શહેરમાં 188 ધન્વંતરી રથ દોડાવાતા હતા જે વધારીને હવે 221 કરાયા છે. તેવી જ રીતે સંજીવની રથને 63 થી વધારી 92 કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...