સોલિડ વેસ્ટ મામલે ઇન્દોરની જેમ સુરતમાં કવાયત શરૂ કરાઈ છે. સતત છઠ્ઠી વખત દેશનું સ્વચ્છ શહેર ઇન્દોરના લોકો તો સેગ્રીગેશન કરીને કચરાનું ખાતર બનાવી રહ્યાં છે. એટલું જ નહીં ઇન્દોરમાં ઝીરો વેસ્ટ વોર્ડ થતાં ‘આત્મનિર્ભર વોર્ડ’ બનાવાઈ રહ્યા છે. એશિયાનો મોટો બાયો CNG પ્લાન્ટ સહિતના બે પ્લાન્ટ ઇન્દોરમાં છે ત્યારે સુરત પાલિકા કોસાડ, ડીંડોલી અને ભટાર 3 સ્થાનો પર બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા આયોજન કરી રહ્યું છે.
ઈન્દોરવાસી વેસ્ટનું શું કરે છે, ઝીરો વેસ્ટ વોર્ડમાં આગળ
- જીરો વેસ્ટ વોર્ડનો પ્રયોગ ઇન્દોરે હાથ ધરી દીધો હતો. કચરાને અલગ કરી કંપોસ્ટ યૂનિટમાં ખાતર બનાવી ઘરમાં,બાગ-બગીચામાં ઉપયોગ કરે છે.
- સૂકા કચરાને પણ છુટો કર્યા બાદ વેચી દે છે. લોકોના ઘરમાં ગાર્ડન નથી કે ખાતર બનાવવા સુવિધા નથી ત્યાંથી એનજીઓ ભીનો કચરો લઈ ખાતર બનાવી વેચી રહી છે.
- ઇન્દોરમાં હાલમાં છ વોર્ડ ‘ઝીરો વેસ્ટ વોર્ડ’ છે. આ વોર્ડના લોકો પાસેથી પાલિકાએ કચરો લેવો પડતો નથી. સ્વચ્છતા સર્વેક્ષણમાં ‘આત્મનિર્ભર વોર્ડ’નો માપદંડ પણ ઉમેરાયો છે તેમ -આરોગ્ય ખાતાના સુત્રો જણાવે છે.
ઇન્દોરે ઝીરો વેસ્ટ વોર્ડમાં ચાર્જીસમાં છુટ આપી છે
- જીરો વેસ્ટ વોર્ડને પગલે અને ડીઝલ ખર્ચ બચે છે. તેથી ઝીરો વેસ્ટ વોર્ડમાં કચરા સંગ્રહ ચાર્જિસમાં 50 ટકાની છુટ આપવામાં આવે છે.
- ઇન્દોરમાં ઝીરો વેસ્ટ ટેકનિક પર બાયો સીએનજી પ્લાન્ટ
- 1 ટકા સુકા કચરાને કમ્પોસ્ટ કરી ખાતર તૈયાર કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.