તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલિજન:30 નવેમ્બરથી 10 ડિસે. સુધીમાં લગ્નનાં 7 મુહૂર્ત, પછી એપ્રિલમાં

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 ડિસેમ્બરથી કમૂરતાં બેસશે, 1 મહિનો અશુભ ગણાશે

દેવ ઉઠી બાદથી માંગલિક કાર્યોની શરૂઆત થઈ છે. વિક્રમ સંવત 2077માં 30 નવેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધીમાં લગ્નના 7 મુહૂર્ત છે. ત્યાર બાદ એક મહિનો ધનારક (કમૂરતા) તરીકે ગણાશે. શત્રુઘ્ન મહારાજે જણાવ્યું હતું કે, આ એક મહિનો માંગલિક કાર્યો માટે અશુભ માનવામાં આવે છે. વિક્રમ સંવત 2077 પ્રમાણે આવતા વર્ષે 2021માં લગ્નનાં 50થી વધારે મુહૂર્ત છે. 2021માં 24 એપ્રિલથી લગ્નની શરૂઆત થશે અને 14 ડિસેમ્બરના રોજ વર્ષનું છેલ્લું લગ્નનું મુહૂર્ત રહેશે. મે મહિનામાં સૌથી વધારે 15 જેટલા લગ્નનાં મુહૂર્ત છે.જોકે, કાશી પંચાંગ પ્રમાણએ 24 કલાકમાં બનતા મુહૂર્ત ગણવામાં આવે છે અને એ પંચાંગ પ્રમાણે 2021માં લગ્નનાં 72 મૂહુર્ત નીચે મુજબ છે.વસંત પાંચમ અને મહાશિવરાત્રિના દિવસે પણ આ વર્ષે લગ્ન નથી.

વિક્રમ સંવત 2077માં લગ્નનાં શુભ મુહૂર્ત

  • નવેમ્બર: 30
  • ડિસેમ્બર: 1, 2, 7, 8, 9, 10
  • એપ્રિલ: 24, 25, 26, 28, 29, 30
  • મે: 1, 2, 4, 7, 8, 19, 20, 21, 22, 24, 26, 27, 28, 30, 31
  • જૂન:3, 4, 6, 15, 16, 19, 20, 21, 24, 26, 28
  • જુલાઈ:1, 2, 3, 4, 13, 15
  • નવેમ્બર: 16, 20, 21, 22, 26, 28, 29, 30
  • ડિસેમ્બર:1, 7, 9, 11, 13, 14
અન્ય સમાચારો પણ છે...