તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:રેલવે-ST કોલોનીમાં બ્રિડિંગ મળતાં 6 નોડલ ઓફિસરને નોટિસ ફટકારાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનપુરાની પવન હોસ્પિટલને પણ રૂ. 3 હજારનો દંડ કરાયો

પાલિકાના વીબીડીસી વિભાગે મંગળવારે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રેલવે-એસ.ટી બસ કોલોની, બીઆરટીએસ ડેપો-બસ સેલ્ટરો સહિત 167 પ્રિમાઈસીસોમાં સરવે કરતાં બ્રિડિંગ મળતા જવાબદાર 6 નોડલ ઓફિસરને નોટીસ ફટકારવામાં આવી છે. 8 બ્રિડિંગનો નાશ કરી 19,500 વહીવટી ખર્ચ ની વસુલાત પણ કરાઇ છે.

વરાછા-એ ઝોનમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રેલવે કોલોની, એસ.ટી.ડોપો, બીઆરટીએસ બસ સ્ટેશનનો ખાતે ચેકિંગ કરાતાં આનંદનગર પાસેથી રૂપિયા 6500, રાંદેરમાં બસ સ્ટેશન, બીઆરટીએસ ડેપોમાં એસ.ટી.ડેપોને 10 હજાર, સેન્ટ્રલ ઝોનમાં રેલ્વે-બસ સ્ટેશન, બીઆરટીએસ સ્ટેશનો 8 સ્થળો ચેક કરતાં નાનપુરાની પવન હોસ્પિટલને 3 હજારનો દંડ વસૂલાયો છે અને રેલવે સ્ટેશનને નોટીસ ફટકારવામાં આવી છે. રેલવે કોલોની ઉધના યાર્ડ ને 2 નોટિસ અપાઇ છે. કતારગામ ઝોન માં પણ 5 ને નોટીસ અપાઈ છે. ઉધના રેલવે સ્ટેશન, ભેસ્તાન-2.બીઆરટીએસ વર્કશોપ, સિટી બસ વર્કશોપ ને 3 નોટીસ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...