તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો સંદતર અભાવ દેખાતાં નોટિસ ફટકારાઈ

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૌટાબજાર જેવા ગીચ વિસ્તારમાં આવેલી સુરત જનરલ હોસ્પિટલમાં ફાયરની મોકડ્રીલ

રાજ્યના વિવિધ શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં લાગેલી આગમાં મોટી હોનારતો સર્જાઇ હતી. જેમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવ્યો હતો. શહેરમાં પણ ફાયર વિભાગ દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મેઝરમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે અને જ્યાં પણ ખામી જણાઇ આવે છે તે હોસ્પિટલને નોટિસ ફટકરાઇ છે.

રવિવારે ફાયર વિભાગ દ્વારા કતારગામ અને વરાછા-એ (સરથાણા) વિસ્તારની 7 કોવિડ હોસ્પિટલોમાં ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ફાયર સેફ્ટીની ખામી જણાતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પરિકે તમામને નોટિસ ફટકારી અઠવાડિયામાં સેફ્ટી સાધનો સુધારવા તાકીદ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડે 75 લોકોને ઉગાર્યા
ફાયર વિભાગે રવિવારે ચૌટાબજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલમાં મોકડ્રીલ કર્યું હતું. કંટ્રોલરૂમ ને કોલ મળ્યા બાદ મુગલીસરા, નવસારી બજાર તેમજ ઘાંચીશેરીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. હોસ્પિટલમાં કુલ 35 જેટલા તબીબ અને કર્મચારીઓ અને 40 દર્દીઓ તેમજ તેઓના સગા સંબંધીઓ હતા. દુર્ઘટના બીજા માળે આઈસીયુમાં થતાં ત્યાંથી 4 દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા હતાં. આ મોકડ્રીલમાં ફાયર ખાતાના, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ, પોલીસ વિભાગની ટીમ હાજર રહી હતી. કુલ 75 લોકોને બેઝીક ફાયર ફાઈટીંગ તાલીમ અપાઇ હતી.

ફાયરના વાહનોનું ડિસેન્ટ્રલાઇઝેશન કરાયું
ઝોન મુજબ ફાયર વિભાગના વાહનોનું ડિસેન્ટ્રલાઇઝેશન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયમાં ફાયરના 12 વાહનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જો કોઈ વિસ્તારની હોસ્પિટલમાં આગનો બનાવ બને તો ત્વરિત પહોંચી આગને કાબુમાં લઇ શકાય તે માટે સ્ટાફ પણ સ્ટેન્ડ બાય મૂકાયાનું સીએફઓ બસંત પરિકે જણાવ્યું હતું.

આ સાત હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ની ખામી મળી

 • મેટ્રો મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ
 • માતૃ તીર્થ હોસ્પિટલ
 • નિરામય સર્જીકલ હોસ્પિટલ
 • રંગ કૃપા હોસ્પિટલ
 • કૃપા પ્રસુતિગૃહ હોસ્પિટલ
 • ​​​​​​​ઓરેક્લ હોસ્પિટલ
 • ધર્મદીપ હોસ્પિટલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો