GSTમાં એસેસમેન્ટ શરૂ:20 થી વધુ ભૂલના કેસમાં નોટિસ મળશે, 1 કરોડનું ટર્ન ઓવર હોય અને રોકડમાં ટેક્સ ન ભરે તો પણ નોટિસ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જીએસટી લાગુ થયાના સાડા ચાર વર્ષ બાદ હવે વેપારીઓની ખરી પરીક્ષા શરૂ થઈ છે. જીએસટી વિભાગ દ્વારા જુદા જુદા 20થી વધુ ક્રાઈટેરિયાના આધારે વેપારીઓને સ્ક્રુટિની નોટિસ ઇસ્યુ કરાઈ રહી છે. જે અંતર્ગત 17000 વેપારી પાસે જવાબ મંગાયા છે, વધુ 10000 વેપારીને નોટિસ ઈશ્યુ થાય એવી સંભાવના છે. હવે કોઈ એક વેપારીનું 1 કરોડનું ટર્ન ઓવર થાય અને તેમ છતાં તે રોકડમાં ટેક્સ ન ભરે તો પણ તેનો કેસ પણ સ્ક્રુટીનીમાં સિલેક્ટ થઇ જશે.

નવા ક્રાઈટેરિયા આ મુજબ છે

  • ASMT-13ની નોટિસ ઇશ્યુ થયા બાદ તેનો 30 દિવસમાં જવાબ ન આપે તો ફરી નોટિસ ઇશ્યુ થશે.
  • જો 5 લાખની ITC ક્લેઇમ કરી અને તેની સામે 50 હજારના જ ચલણ ભર્યા છે તો નોટિસ આવશે.
  • જો તમારુ ટર્નઓવર 1 કરોડની ઉપર છે પરંતુ રોકડમાં ટેક્સ ઝીરો છે તો પણ નોટિસ આવશે.
  • આખા વર્ષની ITC ક્લેઇમ કરવાની તારીખ વીત્યા પછી ક્લેઇમ કરશો તો પણ નોટિસ મળશે.

2017ના એસેસમેન્ટની શરૂ આત
સ્ટેટ જીએસટીની વાત કરીએ તો વેટના કાયદાના બાકી રહેલા 3 વર્ષના એસેસમેન્ટ એક સાથે કરવામાં આવ્યા છે. હવે 2017ના એસેસમેન્ટની શરૂઆત કરવામાં આવી છે.

આ ક્રાઇટેરિયા મહત્વના
નવા ક્રાઇટેરિયામાં ITC સહિત 3 મહત્ત્વના છે. ટર્નઓવર અને પ્રોફિટનો વિષય પણ અગત્યનો છે. વેપારીઓ અમલ કરે તો વાંધો ન આવે. - બિરજુ શાહ, CA

અન્ય સમાચારો પણ છે...