અઠવાલાઇન્સ સ્થિત 252 પોલીસ ક્વાટર્સ જર્જરિત થયા હોવાનું જણાવી 7 દિવસમાં જ મકાન ખાલી કરી નાખવા માટે પોલીસના હાઉસિંગ વિભાગ દ્વારા નોટીસ આપી દેવામાં આવતા હાલ ત્યાં રહેતા 126 પરિવારો ચિંતામાં મૂકાઇ ગયા છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર નોટીસ આપી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે.
અઠવાલાઇન્સ ખાતે વર્ષોથી પોલીસ વસાહતો આવેલી છે. જેમાં 252 પોલીસ ક્વાટર્સ તરીકે ઓળખાય છે. વર્ષો જૂની આ પોલીસ લાઇનના મકાનો પણ હવે જર્જરિત થઇ ગયા છે. જોકે, ઘણા પરિવારો હજુ આ ક્વાટર્સમાં રહે છે. જોકે, પોલીસના હાઉસિંગ વિભાગ દ્વારા સર્વે કર્યા બાદ વર્ષ 2018માં આ ક્વાટર્સને જર્જરીત જાહેર કરી દેવામાં આવ્યા હતા.
ઘણા પોલીસ પરિવારો આ ક્વાટર્સ ખાલી કરીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા.પરંતુ હજુ 126 જેટલા પરિવારો અહીં જ રહે છે. ચોમાસાના આગમનને ગણતરીના દીવસો બાકી છે ત્યારે આ ક્વાટર્સમાં રહેતા પોલીસ પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરી નાખવા માટે પોલીસ હેડક્વાટરના તરફથી નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં પાણી અને વેરાબીલ જમા કરાવવીને મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટૂકા સમયની નોટીસ અને ઉપરથી ચોમાસુ પણ આવી રહ્યું હોય આ પરિવારે ક્યાં જવુ એવો સવાલ ઉભો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.