તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરતમાં લાઈસન્સ વિનાની કાપોદ્રાની શ્રીજી ડાયમંડ કંપનીને નોટીસ, કર્મીઓના હાજરીપત્રક પણ ન હતા

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરની 50 મોટી ડાયમંડ કંપની વિરુદ્ધ થયેલી ફરિયાદને પગલે દરોડા
  • ફેક્ટરી ઈન્સ્પેક્ટરની તપાસમાં કંપનીમાંથી અનેક ગેરરીતિ બહાર આવી

શહેરની 50 મોટી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાઈ ન હોવાની ફરિયાદ ડાયમંડ વર્કર એસો. દ્વારા ફેક્ટરી ઈન્સ્પેક્ટરને કરાતા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં કાપોદ્રા ચાર રસ્તા પર રવાણી બિલ્ડિંગમાં લાયસન્સ વિના ચાલતી શ્રીજી ડાયમંડ કંપનીને નોટીસ ફટકારાઈ છે. કોરોનાની પ્રથમ લહેર બાદ હીરામાં તેજી આવી છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયને પણ રત્નકલાકારોના વિકાસ માટે તૈયારી શરૂ કરી છે.

શહેરની મોટી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કંપની એક્ટ હેઠળ ન નોંધાઈ હોવાથી રત્નકલાકારોને પીએફ સહિતના લાભ મળતા નથી. જેને કારણે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કંપની એક્ટ હેઠળ ન નોંધાયેલી 50 કંપનીઓનું લિસ્ટ તૈયાર કરી સુરતના સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ફેકટરી ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું હતું. જેના આધારે ફેક્ટરી ઈન્સ્પેક્ટર દ્વારા કાપોદ્રા ચાર રસ્તાના રવાણી બિલ્ડિંગમાં 10 વર્ષથી ચાલતી શ્રીજી ડાયમંડને લાયસન્સ નોંધણી માટે નોટિસ આપવામાં આવી હતી.

આ અંગે ફેક્ટરી ઈન્સ્પેકટર એસ.જી.પટેલે કહ્યું કે, કંપનીના સંચાલકો કર્મચારીઓનું હાજરી પત્રક અને કંપની નોંધણી રજીસ્ટ્રેશનના પ્રમાણપત્રો રજૂ કરી શક્યા ન હતા. જેથી કંપનીને નોટિસ ફટકારી છે. હવે કંપની દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવશે.

ઘણી કંપનીમાં 2 હજાર કર્મીની પણ નોંધ નહીં
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, સુરતમાં 50 ડાયમંડ કંપનીઓ ફેકટરી એકટમાં નોંધાયા વિના ચાલી રહી છે. અમુક મોટી ફેક્ટરીઓમાં 2000 રત્નકલાકારો કામ કરી રહ્યાં છે પણ ફેક્ટરી એકટમાં કંપનીઓની નોંધણી નહીં હોવાથી રત્નકલાકારોને લેબર એકટ હેઠળ પ્રોવિડંડ ફંડ,ઈએસઆઈ અને ગ્રેજ્યુટીના લાભો મળતાં નથી.

અન્ય સમાચારો પણ છે...