તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:1800 કરોડના નિકાસ કૌભાંડમાં સુરતના ત્રણ વેપારીઓને નોટિસ

સુરત,અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના નિકાસકારે વેસ્ટ વસ્તુની 10 ગણી ઊંચી કિંમત બતાવી ડ્યૂટી ડ્રો બેક સ્કીમનો લાભ લીધો હતો, અમદાવાદના 8 વેપારીઓને પણ નોટિસ

મુંબઇના નિકાસકારે વેસ્ટ વસ્તુઓને કન્ટેનરમાં ભરીને તેની 10 ગણી ઉચ્ચી કિંમત બતાવીને તેની ઉપર ડ્યૂટી ડ્રો બેક સ્કીમનો લાભ લેતા ઇડીએ તેની ધરપકડ કરી છે. નિકાસકારે 1800 કરોડના નિકાસ બતાવીને તેની ઉપર ડ્યૂટી ડ્રો બેક સ્કીમનો લાભ લીધો છે. આ મામલે ઈડીએ સુરતના 3 અને અમદાવાદના 8 વેપારીને નોટિસ પાઠવી જવાબ માટે બોલાવ્યા છે.

આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર (ઇડી)એ મુંબઇના નિકાસકારને ત્યાં દરોડા પાડીને 1800 કરોડની ખોટી નિકાસની વેલ્યૂ વધારે બતાવીને ડ્યૂટી ડ્રો બેક લેવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડની તપાસ હવે ગુજરાતના વેપારીઓ સુધી લંબાઈ ગઈ છે. વેપારીઓએ કરેલા ખેલની આ મોડસ ઓપરેન્ડીમાં નિકાસકારે સ્ક્રેપ અને વેસ્ટેજ વસ્તુ ખરીદી તેને કન્ટેનરમાં ભરી તેની કિંમત 10 ગણી વધારે બતાવી મુંબઇ નાવાસેવા પોર્ટ ઉપર નિકાસ કરાતી હતી. આ નિકાસની કિંમત વધારી 4થી 5 ટકા ડ્યૂટી ડ્રો બેકનો લાભ લેવામાં આવી રહ્યો હતો.

આમ વેપારીઓએ આ ગોરખધંધામાં રૂ. 1800 કરોડની નિકાસ બતાવી કન્ટેનરોમાં વેસ્ટ ભરીને ડ્યૂટી ડ્રો બેક લેવામાં આવ્યું હતું. વધારામાં આ નિકાસના કૌભાંડ માટે વિદેશથી પૈસા મંગાવવા હવાલાનો ઉપયોગ પણ થયો હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું. મુંબઈની સાથે ગુજરાત પહોંચેલા આ કૌભાંડમાં અમદાવાદના 8, સુરત 3 વેપારીના નામ સામે આવતા ઈડીએ તમામ વેપારીઓને નોટિસ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...