પાલિકાની કામગીરી:પાર્કિંગના નામે ઉઘરાણું કરતા ઈજારદારને નોટિસ 18 ટકા વ્યાજ સાથે રૂ. 53,120ની રિકવરી કઢાઈ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલા - Divya Bhaskar
પહેલા
  • વેસુ-VIP રોડ, ડુમસ રોડ પર VR મોલના સર્વિસ રોડ પર ચાલતો વેપલો આખરે પાલિકાએ રોક્યો
  • બાલાજીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પ્રોસિજર ચાલુ હતી પણ ગેરકાયદે ઉઘરાણું કરતાં પૂર્ણ વિરામ મુકાયું

ઓન સ્ટ્રીટ પાર્કિંગના ઈજારાની ફાળવણીમાં ભારે ગોબાચારી ચાલી રહી હોવાની બૂમ ઉઠી છે. બાલાજી એન્ટરપ્રાઈઝનો ઈજારો પૂર્ણ થઈ ગયો હોવા છતાં વેસુ વીઆઈપી રોડ પર અને વીઆર મોલ સર્વિસ રોડ પર ઉઘરાણાં કરતાં હોવાનો દિવ્ય ભાસ્કરની ટીમે પર્દાફાષ કર્યો હતો.

હવે
હવે

ઈજારદારના કર્મચારીઓ દુકાનદારો પાસે ઉચ્ચક ઉઘરાણું કરી ચૂનો ચોપડાતા હતા. 29મીએ કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા છતાં એડવાન્સમાં લાઇસન્સ ફી પણ ભરી ન હતી. જેથી બાલાજી એન્ટરપ્રાઈઝનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની પ્રોસિજર શરૂ હતી ત્યારે આડેધડ ઉઘરાણું ચાલુ રાખકાં કોન્ટ્રાક્ટ પર હવે પાલિકાએ પૂર્ણ વિરામ મૂકી નોટિસ આપી 18 ટકા વ્યાજ સાથે 8 દિવસના રૂ. 53,120ની રિકવરી કાઢી છે.

ઓન સ્ટ્રીટ પાર્કિંગનું બોર્ડ હટાવી ‘નો પાર્કિંગ’ લગાવાયું
VIP પ્લાઝાના એન્ટ્રન્સ પર ચાર્જ લઇને કાર પાર્ક થતી હતી જેથી અન્યોને મુશ્કેલી થતી હતી. પોલીસે દંડ વસૂલતાં પાર્કિંગ ચાર્જ ભરવા છતાં વસુલાત કેમ થઈ રહી છે તેવો વિવાદ ઉઠ્યો હતો. વિવાદ ગરમાતાં પાલિકાએ પે એન્ડ પાર્કના બોર્ડ હટાવી ‘નો પાર્કિંગ’નું બોર્ડ મુકવું પડ્યું છે.

પોલિસી અભરાઇએ ચઢાવી, રસ્તા વેચીને લોકો સાથે ઉઘાડી લૂંટ
પાલિકાએ 3 વર્ષ અગાઉ પાર્કિંગ પોલિસી અમલમાં મૂકી હતી. જેમાં 22 રસ્તા ઓન સ્ટ્રીટ પાર્કિંગ તરીકે જાહેર કરી પાર્કિંગ ચાર્જ લેવાનું નક્કી કરાયું હતું. આ સંચાલન જે તે ઝોન જ કરતાં હતાં. શરૂઆતની 10 મિનિટ માટે પૂર્વ મેયર ડો.જગદીશ પટેલે ફ્રી કરાવી હતી. પાલિકાને વૈકલ્પિક આવક સાથે ટ્રાફિકનું નિયમન થાય એવી પોલિસીની રાજ્ય સરકારે પ્રશંસા કરી અન્ય શહેરોમાં લાગુ કરવા જાહેરાત કરી હતી. જો કે, પદાધિકારીઓ બદલાતા અને પાલિકાની તિજોરી તળિયે ગઈ હોય આ પોલિસી અને રસ્તા કોન્ટ્રાક્ટરોને વેચી લોકો સાથે ઉઘાડી લૂંટ શરૂ કરાઈ હતી.

લોગોના ગેરકાયદે ઉપયોગ બદલ પણ કાર્યવાહી કરાશે
VR મોલ પાસે બાલાજી એન્ટર પ્રાઇઝ ઈજારો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પાલિકાનો લોગો લગાવી ઉઘરાણું કરાતા હતા. અઠવા ઝોનના એએલઓ ઐમન શેખે જણાવ્યું કે, ઇજારદાર પાસેથી 8 દિવસના 18 ટકા પેનલ્ટી સાથે 53,120 ની રિકવરી કાઢી છે. લોગો અંગે આસી.કમિશનર જે.સી.ગાંધીએ કહ્યું કે, આ બાબતે પણ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...