સુરત સ્ટેશનથી સહારા દરવાજા તરફ જતા બ્રિજ પાસે વર્ષો જૂનો મંદિરને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 6 મહિના પહેલા નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષોથી આ મંદિરે જ સ્થળે હતું અને ત્યાંથી આ રીતે જ ટ્રાફિકની અવરજવર થતી હતી. પરંતુ હાલે બ્રિજ નજીકનું મંદિર હવે ટ્રાફિક માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું હોવાનું કહીને મહાનગરપાલિકા દ્વારા તેને દૂર કરવા માટેનું આયોજન કરી રહી હોવાની શંકા જતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવાનું શરૂ કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા મંદિર પાસે છેલ્લા બે દિવસથી મંડપ પાડીને રામધૂન અને ભજન કરીને વિરોધ નોંધાવવાનું શરૂ કરાયું છે.
કોઈ અકસ્માત થયા નથી-સંગઠન
વિશ્વ હિન્દુ પરિષદના શહેર ઉપપ્રમુખ દિપક આફ્રિકાવાલા જણાવ્યું કે વર્ષોથી આ મંદિર અહીંયા છે. અત્યાર સુધી તે ટ્રાફિકને કોઈપણ પ્રકારે અર્થ પણ રૂપ થયું નથી. અહીં કોઈ અકસ્માત પણ થયા નથી. નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ શરૂ થવાના કારણે હવે મહાનગરપાલિકા દ્વારા આપ મંદિરને દૂર કરવા માટેની માનસિકતા હોય તેવો અમને લાગી રહ્યું છે.
કોર્પોરેશનનો નિર્ણય અયોગ્ય
શહેરમાં એવા કેટલાય અન્ય ધર્મનું બાંધકામ છે કે, જે ટ્રાફિકમાં અડચણરૂપ પુરવાર થઈ રહ્યું છે. છતાં પણ વર્ષોથી તેને દૂર કરવા માટે પાલિકાએ કોઈ કામ કર્યું નથી. અમારી માંગ છે કે, જે ખરેખર ટ્રાફિક માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. પહેલા તેને રસ્તાઓ પરથી દૂર કરવામાં આવે અને ત્યારબાદ આ મંદિર જે ટ્રાફિક માટે કોઈપણ પ્રકારે મુશ્કેલી ઊભી નથી કરી રહ્યું છે. ત્યાં પણ તેને દૂર કરવા માટેની કામગીરી કરવાનું કોર્પોરેશન વિચારી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.