તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોસેસ શરૂ:કોટ વિસ્તારના પાનવાળાને ITની 12 લાખ ભરવા નોટિસ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાનના ગલ્લાવાળાએ મિલકત ખરીદીને નામ ટ્રાન્સફર નહીં કરતાં ભેરવાયો, મકાન વેચનારે ટેક્સ ભર્યો ન હોવાથી ITએ પ્રોસેસ શરૂ કરી

મિલકત ખરીદીના કેસમાં બને તેટલો જલદી દસ્તાવેજ કરાવી લેવો કેમ જરૂરી છે એનો તાદશ્ય નમૂનો આઈટીના એક કિસ્સા પરથી મળ્યો છે. કોટ વિસ્તારના પાનના ગલ્લાવાળાએ એક એવું મકાન ખરીદ્યું હતું, જેના માલિક એવા કરદાતાની ટેક્સ રિકવરી હતી, પરંતુ પાનવાળાએ મકાન નામ પર નહીં કરાવતા હવે આઇટીએ કબજા માટેની પ્રોસેસ શરૂ કરી છે. એટલે ગરીબ પાનવાળો મકાનના સોદામાં ભેરવાઈ ગયો છે. કેમકે સામે પક્ષે ચૂકવેલું પેમેન્ટ પણ હવે આવતું નથી.

રિકવરીની પ્રોસેસમાં કેસ સામે આવ્યો
કોટ વિસ્તારના વેપારી રમેશ પટેલ(નામ બદલ્યું છે)નો કેસ 14 વર્ષ અગાઉ એસેસમેન્ટમાં ખુલ્યો હતો. આ કેસમાં રમેશ સામે 12 લાખની ડિમાન્ડ નીકળી હતી. બાદમાં કેસ ચાર વર્ષ અગાઉ રિકવરીમાં આવ્યો. જેમાં નોટિસ પાઠવાઈ હતી. ડિપાર્ટમેન્ટ પાસે એ વખતે વિગતો હતી કે આ વેપારીના નામે જૂના શહેરમાં મકાન છે. પરંતુ પ્રોસેસ લાંબી હોય ઝડપથી હરાજી કરાઈ ન હતી. આ દરમિયાન વેપારીએ મકાન પાનવાળાને વેચી દીધું હતું.

રહેવા ગયાના ચોથા જ મહિને નોટિસ મળી
પાનવાળાએ મકાનનો સોદો 12 લાખમાં કર્યો હતો. બાદમાં રહેવા જતાં ચોથા જ મહિને નોટિસ આવી હતી, જેમાં મકાન વેચનાર વેપારીનું નામ હતું. અધિકારીઓ સ્થળ પર ગયા ત્યારે પાનવાળાને જોઇને માનવતા ખાતર રિકવરી પર બ્રેક લગાવી હતી. હવે આઇટીએ આ મકાન ટ્રાન્સફર નહીં થાય એ માટે રજિસ્ટ્રાર ઓફિસમાં નોટિસ મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...