નોટિસ:મિલકતો ખરીદીને IT રિટર્નમાં નહીં બતાવનારા ઘણાને નોટિસ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષમાં ખરીદાયેલી મિલકતોના મામલા ITમાં પહોચ્યા
  • ​​​​​​​યોગ્ય જવાબ ન આપનાર પર કેપિટલ ગેઇનની લટકતી તલવાર

છેલ્લા બે વર્ષ દરમિયાન શહેરમાં ખરીદાયેલી મિલકતોનો મામલો હવે આઇટીમાં પહોંચ્યો છે. મિલકતોની નોંધણી રજિસ્ટ્રાર ઓફિસમાં થઈ હોવા છતાં અનેક લોકોએ તેને આઇટી રિટર્નમાં નહીં બતાવતા તમામને નોટિસો ઇશ્યુ કરાઈ છે.

આ ઉપરાંત બેન્કોમાં થયેલા હાઇ વેલ્યુ ટ્રાન્ઝેકશન બાબતની નોટિસો પણ હાલ ઇશ્યુ થઈ રહી છે. મિલકતો બાબતે હાલ લોકો પર કેપિટલ ગેઇનરૂપી તલવાર લટકતી થઈ ગઈ છે. સી.એ. રમેશ ગોયેલ કહે છે કે બેન્કોમાં જમા થતી રકમ અંગે સોર્સ બતાવવો જરૂરી છે.

ટેક્સ બચાવવા કબજા રસીદથી જ કામ ચલાવાય છે
આઇટી સૂત્રો કહે છે કે અનેક જમીનો ખેડૂતોએ વેચી રિટર્નમાં બતાવી નથી. કોટ વિસ્તારમાં પણ લાખ્ખોના ફલેટ વેચાયા છે પરંતુ રિટર્નમાં અનેક લોકોએ બતાવ્યા નથી અથવા તો રિટર્ન જ ભર્યા નથી. ગોરાટ રોડ પર આવા કેસ વધુ છે જ્યાં રિટર્ન ભરવામાં આવ્યા નથી. આ ઉપરાંત જે કેસમાં કબજા રસીદના વ્યવહાર છે તે પણ આઇટીના ધ્યાને આવતા નથી. આથી અનેક લોકો ટેક્સ બચાવવા માટે દસ્તાવેજની જગ્યાએ કબજા રસીદથી કામ ચલાવી લે છે.

એક્સપર્ટ: ભાગીદારીમાં હોય તો પણ બધાએ બતાવવું પડે
સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે હવે રજિસ્ટ્રાર ઓફિસથી પાનકાર્ડ સાથેની વિગતો અપાય છે. જે આઇટી સિસ્ટમમાં ચેક કરે છે. જ્યાં મિસમેચ હોય ત્યાં નોટિસો અપાય છે. એવા કેસમાં જેમાં મિલકત ખરીદી રિટર્નમાં બતાવવામાં ન આવી હોય. એક કરતા વધુ ભાગીદાર હોય અને એક ખરીદી બતાવે અને બીજો ન બતાવે તો તેને પણ નોટિસ અપાય છે. મકાન વેચીને મકાન ખરીદ્યું હોય તો ટેક્સ લાગતો નથી એ પણ કરદાતાઓએ નોંધવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...