તપાસ:કતારગામના ગાયત્રી, હરિહર અને રાજમાર્ગના જોષી ફરસાણને નોટિસ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાને ગાંધીનગરથી ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાન મારફત શહેરની દુકાનોમાં સ્થળ પર જ નમૂનાઓની તપાસ અને રિપોર્ટ કરાયા હતા. - Divya Bhaskar
પાલિકાને ગાંધીનગરથી ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાન મારફત શહેરની દુકાનોમાં સ્થળ પર જ નમૂનાઓની તપાસ અને રિપોર્ટ કરાયા હતા.
  • મિઠાઇ, ફરસાણ, માવા વેચતી દુકાનોમાં પાલિકાની તપાસ
  • જલેબીમાં ફૂડ કલર વધુ હોવાથી 30 કિલો જથ્થો નાશ કરાયો

ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી પાલિકાને ફાળવાયેલી મોબાઇલ ફુડ ટેસ્ટીંગ વાને બુધવારે તહેવારોને ધ્યાનમાં રાખી શહેરની ફરસાણ, મિઠાઇ, માવા વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 3 દુકાનોના જલેબીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળતાં નોટિસ ફટકરી છે. આશરે 30 કિલો ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો.

ચીફ ફુડ ઇન્સપેકટર જગદીશ સાળુંકે જણાવ્યું કે, કુલ 128 જેટલા નમુનાઓનો સ્થળ પર જ ફુડ એનાલીસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં કતારગામની ગાયત્રી ફરસાણ, હરિહર ફરસાણ અને રાજમાર્ગના જોષી ફરસાણના જલેબીના નમૂનાં સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. ફૂડ કલરનો વધુ પડતો ઉપયોગ કરાયો હોવાથી 30 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરીને ત્રણેયને નોટિસ આપી છે. આગામી દિવસમાં કાર્યવાહી યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...