કતારગામની શ્રીમતી એચ. એસ. ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવન સ્કૂલે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓને ઓફલાઇન એજ્યુકેશન આપવા માટે સ્કૂલ પર બોલાવતાં વિવાદ સર્જાયો હતો. જો કે, આ વાતની જાણ ડીઇઓને થતાં તેમણે તાત્કાલિક ચાર એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને સ્કૂલ પર મોકલી તપાસ હાથ ધરાવી હતી. એટલું જ નહીં, ડીઇઓએ સ્કૂલને નોટિસ પણ ફટકારી છે.
રાજ્ય સરકારે મંગળવારે જ ધોરણ-6થી 8ની સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશન ફરી રાબેતા મુજબ કરવાની તૈયારી શરૂ કરી હોવાની જાહેરાત કરી હતી. જોકે, રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી મળે તે પહેલાં જ કતારગામની શ્રીમતી એચ.એસ.ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટની ગજેરા વિદ્યાભવને ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલ પર બોલાવી ઓફલાઇન એજ્યુકેશન આપવાની માટેની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય તે રીતે અનેક વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસાડાયા હતા. આ મામલે ડીઇઓને અને કતારગામ પોલીસને ફરિયાદ મળતા તેમણે તાકીદે સ્કૂલ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.