નોટિસ:મોલ બંધ રાખવા ધિરજ સન્સ સહિતનાને નોટિસ, ગૌરવ પથ, ડુમસ રોડ, યુનિ., વીઆઈપી રોડ પરથી લોકોને પોલીસ-પાલિકાએ ઘરે પરત કર્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકાએ કોરોનાની સ્થિતિ વચ્ચે રવિવારે તમામ મોલ્સને બંધ કરાવી દીધા છે સાથે રસ્તા-ફૂટપાથો પર ટોળે વળતાં નાસ્તો કરનારાઓને પણ ઘરે વાળ્યા છે.શહેરમાં સેકન્ડ વેવમાં કોરોના વકરતો જઈ રહ્યો છે ત્યારે ભીડભાડવાળા વિસ્તારો સાથે મોલ્સમાં લોકો વધુ ભેગા થતાં હોય કોરોનાની ગાઈડલાઈનનું પાલન થતું નથી ને કોરોના વધુ વકરે તેમ હોય મહાપાલિકાએ પૂર્વ તકેદારી લઈને તમામ મોલ્સને બંધ કરાવી દીધા છે. અઠવા ઝોને ધીરજ સન્સ, બિગ બજાર, સેન્ટ્રલ મોલ સહિતના મોલ્સને નોટિસ આપીને તમામ મોલ બંધ કરાવ્યા છે. તેવી જ રીતે કતારગામ ઝોને પણ ડી-માર્ટ સહિતના મોલને બંધ કરાવ્યા છે.

કોવિડ ગાઈડલાઈનમાં મહત્વના માસ્ક અને સોશ્યલ ડિસ્ટંન્સિંગ છે તેનું પાલન કોરોના થતાં અટકાવે છે તેમ છતાં લોકોમાં જાણે કોરોના જ નથી તેવો માહોલ વર્તાય રહ્યો છે. ગલી-મહોલ્લા હોય કે શાક માર્કેટ, મોલ્સમાં ઠેર ઠેર લોકો ટોળે વળી રહ્યાં છે. જાહેર માર્ગોમાં ગૌરવ પથ, ડુમસ રોડ, યુનિવર્સિટી રોડ, વીઆઈપી રોડ પર પણ અગાઉની જેમ લોકો ટોળે વળી ખાણીપીણીની જયાફતો માણતાં હોય રવિવારે પાલિકાની ટીમે પોલીસ સંકલનમાં લોકોને સમજાવી ઘરે વાળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...