રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભાના મંચ ઉપરથી તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જેને લઇને સુરતના પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેને લઇને સુરતમાં રાહુલ ગાંધી સામે આ કેસમાં તેમના નિવેદનો લેવામાં આવ્યાં હતાં. ત્યારે હવે હાઈકોર્ટમાં આ કેસમાં રાહુલ ગાંધીને 28મી માર્ચે હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે.
હાઈકોર્ટમાં ફરિયાદીએ અરજી દાખલ કરી હતી
આ કેસમાં પૂરાવો પૂરો થઈ જતાં કામ દલીલો ઉપર હતું. દરમ્યાન તા- 23-2-2022ના રોજ ફરીયાદી મોદીના વકીલે ટ્રાયલ કોર્ટને એક અરજી આપી જણાવેલ કે, પૂરાવામાં રજૂ થયેલ પેન ડ્રાઈવ અને ડિવિડિઝ જયારે રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ નામદાર કોર્ટમાં લેવામાં આવ્યું હતું. ત્યારે તે પ્લે કરી રાહુલ ગાંધીને બતાવી અને તેના કન્ટેન્ટ ઉપર ખુલાસાત્મક સવાલો કોર્ટે ફર્ધર સ્ટેટમેન્ટમાં પૂછ્યું નથી.આ કારણે ટ્રાયલમાં આ ત્રુટી છે.રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ નવેસરથી લેવુ જોઈએ. જો તેમ ન થાય તો ફરીયાદના કેસને ગંભીર નુકસાન થાય તેમ છે. ટ્રાયલ કોર્ટે ફરીયાદી પક્ષની આ અરજી રદ કરી હતી. જે અરજીના હુકમ વિરુધ્ધ પૂર્ણશભાઇ મોદીએ હાઈકોર્ટમાં દાખલ કરતાં હાઇકોર્ટે ફરિયાદીની અરજી દાખલ કરી અને નીચેની અદાલતના આ કેસના પ્રોસીડીંઝ કરી દીધી છે.
ફર્ધર સ્ટેટમેન્ટ માટે નોટિસ
આખરે રાહુલ ગાંધીએ તમામ મોદી અટક વાળા ચોર હોવાનું નિવેદનને લઈને બદનક્ષીનો કેસ આગળ ચાલી રહ્યો છે. જેના ફર્ધર સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધી હાજર રહેવું જરૂરી છે તે પ્રકારની અરજી કરવામાં આવી છે.આ કેસમાં હાઈકોર્ટે રાહુલ ગાંધીને 28 માર્ચે કોર્ટમાં હાજર થવા નોટીસ ફટકારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.