બેઠક:10-12ની પરીક્ષા સમયે ટ્રાફિક, વીજકાપ ન થાય તે માટે સૂચના

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરીમાં જુદા જુદા વિભાગો વચ્ચે બેઠક

28 માર્ચથી ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે જ જિલ્લા પરીક્ષા સમિતીની બેઠક મળી હતી જેમાં પરીક્ષા સમયે વીજ કાપ નહીં થાય, પરીક્ષા સેન્ટર બહાર પોલીસ હાજર રહે, આસપાસના એરિયામાં ઝેરોક્ષની દુકાન બંધ રહે તથા પરીક્ષા ખંડમાં સીસીટીવી ચાલુ રહે એવી ખાસ સચૂના અપાઈ છે.

આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષા યોજાશે. જેમાં કોઇ પણ પ્રકારની તકલીફો નહીં આવે એ માટે કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ અને વીજ કંપની સહિતના જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તથા જુદા જુદા મંડળના પ્રમુખો હાજર રહ્યા હતા. આ પરીક્ષાઓ ક્લાસ વન ઓફિસરના સ્કવોડની દેખરેખ હેઠળ લેવા તેમજ વિદ્યાર્થીઓને કોઇ સમસ્યા નહીં આવે તે માટેની તમામ તકેદારી રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

જેમાં ટ્રાફિક તેમજ પરીક્ષા સમયે આસપાસનાં વિસ્તારો, પરીક્ષા સેન્ટરમાં વીજ પુરવઠો જળવાયેલો રહે તે માટેની પોલીસ અને વીજ કંપનીને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે ધોરણ- 10નાં સરેરાશ 96 હજાર, ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં 52 હજાર અને િવજ્ઞાન પ્રવાહનાં 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અન્ય સમાચારો પણ છે...