કામગીરી:પેપર ચેકિંગની મંજૂરી નહીં આપનારી 35 સ્કૂલને નોટિસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની ઉત્તરવહી તપાસવા સ્થળ મુદ્દે DEOની કાર્યવાહી

શિક્ષણ બોર્ડ માર્ચ-2022માં ધો.10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષાની ઉત્તરવહી તપાસવા માટે મંજૂરી નહીં આપનારી 35 સ્કૂલોને ડીઇઓએ નોટીસ આપી છે. એટલું જ નહીં, એક દિવસમાં સ્કૂલ મંજૂરી ના આપશે તો પછી ડીઇઓ એફિલેશન કેન્સલ કરવાની પણ સૂચના આપી છે. ડીઇઓએ નોટીસમાં લખ્યું છે કે શિક્ષણ બોર્ડ ધો.10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી તપાસવા માટે સુરતની સ્કૂલોમાં મૂલ્યાંકન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા હતા. જો કે, 35 સ્કૂલોએ ધો.10 અને 12ની ઉત્તરવહી તપાસવા માટેની મંજૂરી એટલે કે સંમતિ પત્રક આપ્યા નથી.

જેથી સ્કૂલના પ્રિન્સિપાલોને તાકિદે સંમતિ પત્રક 17 ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે. સ્કૂલ સમંતિ પત્રક નહીં મોકલશે તો પછી એફિલેશન કેન્સલ કરવા માટે સચિવને જાણ કરવામાં આવશે. અહીં વાત એવી છે કે સમગ્ર રાજયમાં ધોરણ 10 અને 12ના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના હોવાથી બોર્ડ દ્વારા પરીક્ષા અને ઉત્તરવહી મૂલ્યાંકન માટે આગોતરંુ આયોજન કરી દેવામાં આવતું હોય છે. જેમાં સુરતની 35 શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર હોવા છતા હાલ પર્યત ડી.ઇ.ઓ દ્વારા શાળાઓની માહિતી મોકલવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...