ભાસ્કર ફોલોઅપ:સ્મીમેરમાં PICUના બંધ AC મુદ્દે 2 કર્મીને નોટિસ, ભીનું સંકેલવા પ્રયાસ

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AC બંધ હતા ત્યારે મૃત્યુ કેમ વધ્યાં તેનું સાયન્ટિફિક કારણ જાણવા માટે એક્સપર્ટને તપાસ સોંપાઇ, E-બ્લોકમાં નવું આધુનિક ICU શરૂ કરાશે​​​​​​​

સ્મીમેરના PICUમાં બંધ AC સમયસર રિપેર ન થવા મામલે વહીવટી વિભાગે ઇલેક્ટ્રિક વિભાગના જવાબદાર બે કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. બાળ દર્દીઓના વધી ગયેલા મૃતાંકનું સાયન્ટિફિક રિઝન જાણવા મેડિકલ એક્સપર્ટને સૂચના અપાઇ છે.

બે મહિનામાં 15 બાળકોનાં મોત છતાં કોઈ નેતા ફરક્યા નહીં
વહીવટી વિભાગે હવે સેન્ટ્રલી AC ગોઠવવા પણ આદેશ આપ્યાં છે. આ સાથે જ E-બ્લોકમાં 4થા માળે આધુનિક ICU બનાવવા પણ નિર્ણય લેવાયો છે. જોકે બાળકોના મોત જેવા ગંભીર મામલે કોઈ જનપ્રતિનિધિએ મુલાકાત લીધી ન હતી. ખુદ હોસ્પિટલ સમિતિના ચેરમેન મેયરના સ્વાગતમાં વ્યસ્ત હતા. ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ ઝડપથી કાર્યવાહી કરવા બાંયધરી આપી હતી.

નાના કર્મીને નોટિસ, ઉચ્ચ અધિકારીઓને છાવરાયા!
બંધ AC મામલે 25 મેથી કરાયેલી ફરિયાદો મામલે બુધવારે વહીવટી વિભાગે ઇલેક્ટ્રિક વિભાગની જવાબદારી નક્કી કરી જુ. ઇજનેર અને સુપરવાઇઝરને નોટિસ આપી હતી. જોકે દર વખતની જેમ ઉચ્ચ અધિકારીઓ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

નવું ICU બનાવી હાલના PICUને સેન્ટ્રલી AC કરાશે
ભાસ્કરના અહેવાલને પગલે બુધવારે સ્મીમેરના વહીવટી વિભાગે E-બ્લોકના ચોથા માળે જનરલ વોર્ડની જગ્યાએ સૅપરેટ એક્ઝિટ દાદર વ્યવસ્થા સાથેનું નવું આધુનિક ICU બનાવવા કવાયત શરૂ કરી છે. ઉપરાંત હાલના PICUમાં સેન્ટ્રલી AC વ્યવસ્થા પણ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...