તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:શહેરમાં વધુ 10 ખાનગી હોસ્પિટલોને ફાયર સેફ્ટીમાં ખામી બદલ નોટિસ

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોકડ્રીલ : ચોથા માળે ICUમાંથી 7 દર્દીઓના રેસ્ક્યુ - Divya Bhaskar
મોકડ્રીલ : ચોથા માળે ICUમાંથી 7 દર્દીઓના રેસ્ક્યુ
 • ભરૂચની દુર્ઘટનાને પગલે પડદા સાથે બિનજરૂરી સામાન હટાવી લેવા સૂચના

સોમવારે ફાયર વિભાગની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કોવિડ કેર સેન્ટરો મળી કુલ 18 જગ્યાએ ચેકિંગની કામગીરી કરતા 10 હોસ્પિટલમાં ફાયર સેફટીની ખામી મળતાં નોટિસ ફટકારી છે. અઠવા ઝોનમાં નવકાર કોવિડ કેર સેન્ટર, સમરસ કોવિડ કેર સેન્ટર, અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર (અલથાણ-ભટાર કમ્યુનિટી સેન્ટર) અને શિવમ હોસ્પિટલ, વૈશાલી મેટરનીટી સેન્ટર, વરાછા-એ ઝોનમાં જીવનદીપ હોસ્પિટલ, નિલકંઠ હોસ્પિટલ, વરાછા બી ઝોનમાં કેપિટલ ઓર્થીપેડીક હોસ્પિટલ, નિત્યા જનરલ હોસ્પિટલ, તેજાણી હોસ્પિટલ, કતારગામ ઝોનમાં સંસ્કૃતિ સુપર સ્પે.હોસ્પિટલને નોટિસ ફટકારાઇ હતી.

હાલમાં ભરૂચની આગની દુર્ઘટનામાં હોસ્પિટલમાં પડદા હોવાથી આગ વધુ ઝડપથી ફેલાય હતી. જેથી સુરતમાં તમામ હોસ્પિટલોમાંથી બારીઓ પર લગાવેલા પડદાઓ હટાવી દેવા સાથે બિનજરૂરી ગાદલા, ગોદડાં સહિતના સામાન પણ ખસેડવા સૂચના અપાઇ છે.

મોકડ્રીલ : ચોથા માળે ICUમાંથી 7 દર્દીઓના રેસ્ક્યુ
સુરત: કાલે સુરત જનરલ હોસ્પિટલ બાદ સોમવારે અડાજણમાં યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ચોથા માળે આઈસીયુમાંથી સાત દર્દીઓને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા અને આવી દુર્ઘટના સમયે હોસ્પિટલનો સ્ટાફ કેટલો સતર્ક છે તે પણ તપાસવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો