એકની એક નોટિસો ફટકારી:આવકવેરામાં નોટિસ પે નોટિસ, એકની એક સૂચના સિસ્ટમે વારંવાર મોકલી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંકાગાળામાં જ 4-5 વખત નોટિસો ઇશ્યુ થઈ

આવકવેરા વિભાગે એકની એક નોટિસો ફરી ફટકારી છે. અગાઉ થર્ડ પાર્ટીઓને જે નોટિસો આપવામાં આવી હતી તે ફરી ઇશ્યુ કરવામાં આવી છે. મોટાભાગના કરદાતાઓએ તો નોટિસોનો જવાબ આપી દીધો હતો, ફરી એ જ સવાલોની નોટિસો મોકલવામાં આવી છે એટલે કરદાતાએ બાર બારની બે કરવાનો વારો આવ્યો છે. સી.એ. પારસ શાહ કહે છે કે સિસ્ટમની ખામી લાગી રહી છે. બાકી સવાલોના જવાબ તો લોકો આપી ચૂક્યા છે. ફરી એજ જવાબ આપવાના.

સ્ક્રુટિની નોટિસોનો ઇશ્યુ ફરી આવ્યો : છ મહિના અગાઉ સ્ક્રુટિની એસેસમેન્ટ દરમિયાન જે લોકોના કેસ પસંદ થયા હતા. તેમના વ્યવહારો જે તે વ્યક્તિ સાથે હોય તેમને ક્રોસની નોટિસો મોકલવામાં આવી હતી. આ નોટિસોનો જવાબ જે તે સમયે આપી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને લોનના કેસમાં કે, બિલ્ડર સાથેના વ્યવહારમાં રૂપિયા 50 લાખથી વધુની કિંમતના મકાન ખરીદીના કેસમાં કે રોકડ રકમ ડિપોઝિટ કે ઉપાડવાના કેસમાં આવી નોટિસો ફટકારવામાં આવી હતી.

આમા, ખરીદ-વેચાણ દરમિયાન જેનો કેસ સિલેક્ટ થયો હોય તેના જંગી વ્યવહારો જેની સાથે થયા હોય તેમને નોટિસો મળી હતી. આ લોકોએ જવાબ આપી દેવાયા બાદ હવે આ જ મુદા અંગે એકની પણ પરંતુ ચાર-પાંચ વાર ટૂંકાગાળામાં જ ફરી નોટિસો ઇશ્યુ થઈ છે.

સિસ્ટમ એરર છે તો જવાબ આપવાની જરૂર રહેતી નથી
સી.એ. બિરજુ શાહ કહે છે કે, જો આ સિસ્ટમ એરર હોય અને લાગી રહ્યુ છે કે સિસ્ટમ એરર છે તો નોટિસોનો જવાબ આપવાની જરૂર રહેતી નથી. ખાસ કરીને જો જવાબ આપી દેવામાં આવ્યો હોય તો બિલકુલ નહીં પરંતુ કરદાતાઓને ટેન્શન રહે છે. નોટિસ આવે એટલે તેઓ પૃચ્છા કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...