કાર્યવાહી:સુરતના 325 ન્યૂઝ પેપર અને સાપ્તાહિકને RNIની નોટિસ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશકોને પુરાવા રજૂ કરવા તાકીદ કરાઈ

રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ફોર ઇન્ડિયા સમક્ષ ડેકલેરેશનનાં નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા સાપ્તાિહક, પખવાડીક, માસિક વર્તમાનપત્રો અને મેગેઝીન મળી કુલ 325 તંત્રીઓને પુરાવા રજુ કરવા કલેકટર દ્વારા તાકીદ કરાઇ છે. વર્તમાનપત્ર કે મેગેઝીન શરૂ કરતા પહેલા RNIમાં નોંધણી કરવાની રહે છે. આ માટે પ્રકાશકોએ યોગ્ય રીતે ડેકલેરેશનનાં નિયમોનું પાલન કરવું રહે છે.

જો કે કેટલાક સાપ્તાિહક, પખવાડીક, મંથલી વર્તમાનપત્રો અને મેગેઝીનનાં તંત્રીઓ દ્વારા યોગ્ય પુરાવા રજુ કરવામાં આવતા ન હોવાથી આર.એન.આઇ દ્વારા ભારતભરનાં આવા પ્રકાશકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં સુરતનાં પણ 325 જેટલા પ્રકાશકોને નોટીસ પાઠવી યોગ્ય પુરાવા રજુ કરવાની તાકીદ કરવામાં આવી છે. અન્યથા આ પ્રકાશકોની નોંધણી રદ્દ કરવામાં આવશે એવી સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...