નિવેદન:મેં છોડ્યું તે કશું નથી, આ દીક્ષાર્થીઓએ જે છોડ્યું તે અદભૂત છે : વિજય રૂપાણી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેસુ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મુમુક્ષુઓ તથા મંત્રીઓ-ધારાસભ્યો. - Divya Bhaskar
વેસુ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મુમુક્ષુઓ તથા મંત્રીઓ-ધારાસભ્યો.
  • પૂર્વ CMના હસ્તે ‘75 મુમુક્ષુસિંહો કી સાત્વિક કથા’ પુસ્તકનું વિમોચન

રવિવારે વેસુના બલર હાઉસ ખાતે અધ્યાત્મનગરીના મહોત્સવમાં 75 મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. જેમાં હાજર રહેવા માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ‘75 મુમુક્ષુસિંહો કી સાત્વિક કથા’ પુસ્તકનું વિમોચન થયું હતું. રૂપાણીએ જણાવ્યું કે જૈન નગરી સુરતે હંમેશા ધર્મ પ્રત્યે નવું ડેસ્ટિનેશન ઊભું કર્યું છે. તેમણે કહ્યું કે, મેં જે પદ છોડ્યું એ કશું જ નથી. આ દિક્ષાર્થીઓ જે છોડી રહ્યા છે એ અદભૂત છે. એની સામે આ બધું ગૌણ છે. ધનાઢ્યો,યુવાનો, ડિગ્રીધારીઓ, સર્વસ્વ ત્યાગે એ ખૂબ મોટી વાત છે. તેથી હું તેમને વંદન કરૂ છુ.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ જણાવ્યું કે આજે અમે પાવન અને ધન્ય થયા છીએ. તો દિક્ષાર્થીઓ તથા સાધુ ભગવંતોના દર્શનનો મોકો મળ્યો એ બદલ પણ તેમણે ધન્યતા વ્યક્ત કરી હતી. બધા મહેમાનો એ તમામ દીક્ષાર્થીઓના અક્ષતથી વધામણાં કર્યા હતા. આ અવસરે મંત્રી વિનુ મોરડીયા, ધારાસભ્ય કાન્તી બલર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...