તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેકટરનો પોલીસ કમિશનરને પત્ર:‘લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહેસુલ કર્મચારીઓના નિવેદન લેવા નહી’

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

લેન્ડ ગ્રેબિંગની એફઆઇઆર નોંધવામાં પોલીસ અધિકારી દ્વારા મહેસુલ વિભાગના કર્મચારીઓના નિવેદન નોંધવા માટે આગ્રહ રખાઈ છે. જે મામલે કલેકટર દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને આવો આગ્રહ ન રાખવા સૂચના આપી છે. આ કર્મચારીઓના નિવેદન નોંધવાની કોઇ જોગવાઇ જ ન હોવાનું પણ જણાવ્યું છે.

જમીન માલિકો પાસે કેટલાક માથાભારે તત્વો દ્વારા જમીન પચાવી લેવાના અને ખોટા દસ્તાવેજો બનાવી જમીનને ઘોંચમાં નાખવાના બનાવો વધી ગયા હતા. આ જમીન માફિયાઓ પર લગામ કસવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેકટરની અધ્યક્ષતામાં સમિતિ બનાવી આવા કેસો પર નિર્ણય લેવામાં આવે છે. સમિતિ લેન્ડ ગ્રેબરો સામે એફઆરઆઇ નોંધવાનો આદેશ આપે છે. ત્યારે સમિતિએ એફઆરઆઇનો નિર્ણય લીધો હોવા છતાં તપાસ કરનાર અધિકારી દ્વાર મહેસુલ વિભાગના અધિકારી અને કર્મચારીના નિવેદન નોંધવાનો આગ્રહ રાખવામાં આવે છે.

આ અંગે જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે પોલીસ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે, તપાસનીશ અધિકારી તપાસના કામે જરૂરી રેકોર્ડ સંબંધિત કચેરીમાંથી મેળવી શકે છે. સમિતિએ કરેલા નિર્ણય બાદ મહેસુલ અધિકારી કે કર્મચારીના નિવેદન નોંધવા અંગેની કોઇ જોગવાઇ નથી. એમ જણાવી આ કેસમાં કર્મચારીના નિવેદનો લેવાના આગ્રહ નહીં રાખવા માટે ટકોર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...