અનધિકૃત બાંધકામ રૅગ્યૂલાઇઝ કરવા ઇમ્પેક્ટ ફી અંગે પાલિકામાં ધીમી ગતિએ અરજીઓ આવી રહી છે અત્યાર સુધીમાં માંડ 800 સુધી અરજીઓ આવી છે. આ તમામ અરજીઓને શહેર વિકાસ વિભાગે સ્કૂટીની કરીને જે તે ઝોન ખાતે મંજૂરીની કાર્યવાહી કરવા મોકલવામાં આવી છે. જેમ જેમ અરજીઓ આવે તેને ઝોન ખાતે મોકલાય છે પરંતુ આટલી અરજીઓ આવવા છતાં એક પણ અરજી અંગે ફાયર વિભાગનો અભિપ્રાય ઝોન દ્વારા માંગવામાં આવ્યો જ નથી.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયરના સાધનો યોગ્ય છે કે કેમ, ફાયર વાહનો જઈ શકે છે કે કેમ જેવી બાબતોનું પાલિકાએ ધ્યાન રાખવાનું છે. ચીફ ફાયર ઓફિસરે ઇમ્પેક્ટ ફી અંગે ફાયર એનઓસીમાં ફાયર વિભાગનો હકારાત્મક અભિપ્રાય આવે તો જ અરજી રેગ્યુલાઈઝ કરવાની રહેશે એવી નોંધ બે મહિનાથી આપી હતી પરંતુ 800 અરજીઓની મંજુરી માટે જે તે ઝોન દ્વારા કામગીરી હાથ ધરાઈ છે પરંતુ ફાયર વિભાગનો એક પણ અરજીમાં અભિપ્રાય હજી સુધી માંગવામાં આવ્યો નથી.
ચીફ ફાયર ઓફિસરે આ મુદ્દા રજૂ કર્યા હતા
- ફાયર વિભાગનો સ્પષ્ટ અભિપ્રાય હોય તો જ આગળની કાર્યવાહી કરવી.
- વટહૂકમ-2022 તારીખ-17-10-2022 બહાર પડ્યા બાદ ની તારીખ બાદ નાં જ ફાયર અભિપ્રાય ને માન્ય કરવાનો રહેશે.
- અરજદાર દ્વારા જે પણ અભિપ્રાય રજુ કરે તે અભિપ્રાય નો ક્રોસ વેરિફીકેશન માટે પુરાવા સહીત ની અરજી ફાયર વિભાગ ને અચૂક મોકલવાની રહેશે અને ફાયર વિભાગ દ્વારા આવી અરજી સંબંધે હકારાત્મક અભિપ્રાય આપ્યેથી આવી અરજી રેગ્યુલાઈઝ કરવાની રહેશે.
- ફાયર સેફ્ટી સુવિધાનાં સાધનો ઉપલબ્ધ કરાવી ને વર્કીંગ કન્ડિશનમાં હોય ફક્ત તે બાબતે ફાયર વિભાગે એનઓસી આપ્યું હોય છે તેને અનધિકૃત બાંધકામ રૅગ્યુલાઇઝ કરવા માટે નો અભિપ્રાય કે માપદંડ ગણી શકાશે નહીં
- ફાયર સેફ્ટી નો અભિપ્રાય સિવાય અન્ય લાગુ નિયમો અને તમામ ગુણદોષ ચેક કરવાની જવાબદારી સંબંધિત ઝોન, વિભાગની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.