તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્જેક્શન મળશે?:CM જાહેરાત કરી ગયા છતાં આવી હાલત, લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગમાં વધારો નોંધાયો

સુરત શહેરમાં કોરોના સંક્રમણના વધતા કેસ અને દર્દીઓ તથા ક્રિટિકલ કન્ડિશન જોતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. દર્દીના સંબંધીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઇન્જેક્શન મળતાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસિવરની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું, જોકે હાલતમાં કોઈ સુધારો નથી થયો, આજે પણ લોકો લાઈનમાં કલાકો ઊભા રહે છે છતાં ઈન્જેક્શન મળતાં નથી.

સુરત સાથે સરકારનો અન્યાય
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો અપાયો એ અંતર્ગત સુરત શહેરમાં અમદાવાદ કરતાં વધુ મોત હોવા છતાં ઇન્જેક્શનનો જથ્થો ત્રણ ગણો ઓછો આપવામાં આવ્યો છે, એટલે કે અમદાવાદને 18 હજારથી વધુ ઇન્જેક્શન અપાયાં છે, જ્યારે સુરતને માંડ 6706 ઇન્જેક્શન આપવામાં આવ્યાં છે. પાલિકા કમિશનરે સરકાર સમક્ષ 10 હજાર ઇન્જેક્શનની માગણી કરી હતી. આ ઉપરાંત વડોદરાને 4151, જ્યારે રાજકોટને 3878 ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. સુરતમાં કલેક્ટર દ્વારા 25 જેટલી હોસ્પિટલોને આ ઇન્જેક્શનનો જથ્થો સપ્લાઇ કરવામાં આવ્યો હતો. ઇન્જેક્શનનું વિતરણ નવી સિવિલ હોસ્પિટલમાંથી જ કરવામાં આવ્યું હતું.

રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો તડકામાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે.
રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો તડકામાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે.

શહેરની સ્થિતિ ખૂબ ભયાવહ
સુરત સિવિલ કેમ્પસમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી કતારો જોતાં શહેરની સ્થિતિ ખૂબ ભયાવહ થઈ રહી છે. તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતમાં સમીક્ષા બેઠક કરી હતી, જેમાં તમામ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન મળી રહેશે, એ પ્રકારની વાત કરી હતી, પરંતુ એના કરતાં સુરત શહેરમાં સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. રેવડી સિનિયર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે મગાવી રહ્યા છે. દર્દીઓના સંબંધી ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે, પરંતુ સમયસર ઇન્જેક્શનો નથી મળતાં અને પૂરતા પ્રમાણમાં પણ જે માગ છે એની સામે ઇન્જેક્શનની સંખ્યા ખૂબ જ ઓછી જણાઈ રહી છે.

કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઇન્જેક્શન મળતાં નથી.
કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઇન્જેક્શન મળતાં નથી.

ઈન્જેક્શન માટે ધસારો ખૂબ મોટા પ્રમાણમાં
કોરોના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંબંધીઓનો ધસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે અંદાજે 3થી 4 કલાક સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. શહેરમાં પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે.

ઈન્જેક્શન ન મળવાને કારણે લોકો નિરાશ થઈને પરત ફરે છે.
ઈન્જેક્શન ન મળવાને કારણે લોકો નિરાશ થઈને પરત ફરે છે.

વેન્ટિલેટરની જરૂરિયાત મોટા પ્રમાણમાં
કોરોના સંક્રમણ વધતાંની સાથે જ મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાઓ પણ વધુ ને વધુ સામે આવી રહી છે. વેન્ટિલેટરની જરૂરિયાત મોટા પ્રમાણમાં ઊભી થઈ છે, પરંતુ હાલ સીમિત વેન્ટિલેટર આધારે જ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કંઈ હોસ્પિટલને કેટલાં ઈન્જેક્શન અપાયાં

હોસ્પિટલઇન્જેક્શન
સંજીવની12
ધર્મજીવન સર્જિકલ20
આઇડીસીસી30
સ્ટાર હોસ્પિટલ3
યોગી બાળકોની તથા જનરલ6
ક્રિષ્ના હોસ્પિટલ10
શિવમ હોસ્પિટલ3
કલ્પ મેડિકલ3
રુદ્રા જનરલ3
શ્રદ્ધા મલ્ટીસ્પેશિયાલિટી12
રતનદીપ હોસ્પિટલ9
સારથી હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ6
સત્તાધાર હોસ્પિટલ10
બીએપીએસ હોસ્પિટલ100
પહલ હોસ્પિટલ2
વી-કેર હોસ્પિટલ7
આશુતોષ હોસ્પિટલ10
શિવમ ઓર્થોપેડિક4
સિદ્ધિ વિનાયક20
યુનિટી ટ્રોમા સેન્ટર150
અનુભવ હોસ્પિટલ20
એવરશાઇન બાળકોની10
જંગબારવાલા ક્લિનિક3
બુરહાની હોસ્પિટલ30
શ્રી જનરલ હોસ્પિટલ3
ક્રિષ્ણા હોસ્પિટલ10
અમરદીપ હોસ્પિટલ8
સ્વાઅુબા હોસ્પિટલ24
યુનિક હોસ્પિટલ20
રિદ્ધિ સિદ્ધિ હોસ્પિટલ4
શ્રદ્ધા મલ્ટીસ્પેશિયાલિટી6

​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો