તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાડી કે ગંદકીનો ખાડો:સુરતના પુણામાં ગંદકીથી ખદબદતી ખાડીની સફાઈ નહીં થતા મચ્છરોનું સામ્રાજ્ય, 14 સોસાયટીના લોકોને અસર

સુરત3 મહિનો પહેલા
ખાડી સફાઈ માટે અનેક રજૂઆત પણ કોઈ નિરાકરણ નહીં.
  • ચોમાસું શરૂ થતા પહેલાં લોકોની મુશ્કેલીમાં વધારો
  • ખાડી સફાઈને લઈ ગુરુકૃપા સોસાયટીના સ્થાનિકોનો વિરોધ

સુરતના પુણા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીના મધ્યમાંથી પસાર થતી ખાડીને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. ખાડી સફાઈ નહીં થતા ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નેતાઓ અને મનપાને વારંવાર રજુઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ખાડીની આસપાસની 14 સોસાયટીના લોકોને રોગચાળો ફેલાવાનો ડર લાગી રહ્યો છે. ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતાની સાથે જ સ્થિતિ અસહ્ય થશે.

નાના બાળકો અને વૃદ્ધો રોગમાં સપડાવાની ભીતિ
સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડી હાલ ખૂબ ખરાબ હાલતમાં છે. તેના લીધે ખાડીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેવામાં ગુરુકૃપા સોસાયટીના રહીશોએ ખાડી સફાઈને લઈ વિરોધ કર્યો હતો. મચ્છરજન્ય રોગોનું પ્રમાણ પણ ચોમાસા દરમિયાન વધી જતું હોય છે, તેવા સમયે ગાડીની ગંદકીના કારણે મચ્છરો ઉપદ્રવ મોટી સમસ્યા બનીને સામે આવી જતી હોય છે. નાના બાળકો અને વૃદ્ધોને મચ્છર કરડી જવાથી મેલેરિયા, ટાઈફોડ જેવા રોગોનો સામનો કરવો પડે છે. આરોગ્ય વિભાગે સતર્ક થઈને આવી સ્થિતિનો ઊભી ન થાય તે માટે અત્યારથી જ કામ પૂર્ણ કરી દેવું જોઈએ.

ખાડીના પાણી દુર્ગધ મારતા હોવાથી લોકોને મુશ્કેલી.
ખાડીના પાણી દુર્ગધ મારતા હોવાથી લોકોને મુશ્કેલી.

તંત્ર અને નેતાઓ માત્ર સાંત્વના આપતા રોષ
સુરતમાં ઘણા વર્ષોથી ખાડી સફાઈની ફરિયાદો ઉઠતી રહી છે. દર વર્ષે મનપા દ્વારા બજેટમાં પણ ખાડી મુદ્દે બજેટ મંજુર કરાય છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ચોક્કસ મનપા દ્વારા ખાડી સફાઈ મુદ્દે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. સુરતની ગુરુકૃપા સોસાયટીમાંથી પસાર થતી ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. તેવામાં સ્થાનિકો વારંવાર મચ્છરજન્ય બીમારીનો શિકાર બને છે. આ મામલે સ્થાનિકોએ કોર્પોરેટર, ધારાસભ્ય અને મનપાને વારંવાર સફાઈ કરવા રજુઆત કરી હતી. પરંતુ સફાઈના નામે માત્ર સાંત્વના આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખાડી આસપાસની 14 જેટલી સોસાયટીના રહિશો પરેશાન થઈ રહ્યા છે.
ખાડી આસપાસની 14 જેટલી સોસાયટીના રહિશો પરેશાન થઈ રહ્યા છે.

સ્થાનિકોની ધરણા પર બેસવાની ચીમકી
આમ આદમી પાર્ટી દ્વારા પુણા વિસ્તારમાં તેમજ અન્ય ખાડી વિસ્તારોમાં ખાડી સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે. ત્યારે આપ દ્વારા થોડા દિવસો અગાઉ યોગીચોક ખાતે રોડ પર આવેલી ખાડી સફાઈ કરી હતી. મેયર, ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષને ગોબરદાસ કહ્યા હતા. ગુરુકૃપા સોસાયટીની ખાડીને જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી માત્ર વિરોધ કરવા ફોટો પડાવીને કામ કરતા હોય છે. જો તે રસ્તો સાફ કરે તો ગુરુકૃપા સોસાયટીમાં પણ તેમના જ કોર્પોરેટર છે ત્યાં સફાઈ ક્યારે થશે તે એક પ્રશ્ન છે. હાલ સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે અને ચીમકી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય સફાઈ નહીં થાય તો ધરણા પર બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવશે.

વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ.
વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ.